Thursday, 13 April 2017

ગઝલ 
ગાલગાગા,ગાલગાગા,ગાલગા 

ટાંકણે    ટંકાય  એવું   લખ   હવે,
તોરણે  બંધાય  એવું    લખ  હવે.

ધારણાની રાહ પર   છે  મૃગજળ,
પ્યાસ પણ બુજાય એવું લખ હવે.

જો, અવાજો  થાય છે, આ ભીતરે,
આંખથી  બોલાય એવું લખ  હવે.

ઘાયલ થયો છે ખરો તું કલમથી ?
લેખિની  પીડાય  એવું  લખ હવે.

છો ,અરીસાને  બધાં  એટેન્ડ કરે,
ગઝલમાં  દેખાય એવું લખ હવે.

આંસુઓને  ઓળખી લે  નેણથી ,
લાગણી  ભીંજાય એવું લખ હવે.

શબનમી નજરે ચડે છે  આંગણે,
'કાંત'પણ ડોકાય એવું લખ હવે.
                     ***
-કૃષ્ણ'કાંત '


No comments:

Post a Comment