Tuesday, 18 April 2017

ગઝલ 

મૌનની    દીવાલ     તૂટે,
આપના   જ  સવાલ ખૂટે.

ફેરવી  લો  આમ   નજરું,
જિંદગીનો  ખ્યાલ    છૂટે.

ગોખથી  જો  ઊતરો તો,
ચાહનારા   વ્હાલ    લૂટે.

ચાલો સાથે આ ગલીમાં,
આંગણિયે    તાલ    ફૂટે.

એક  સાંજે  ભીંજતા'તા,
મેહુલો   કરતાલ    ફૂટે.
               ***

-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

No comments:

Post a Comment