ગુજરાત છે !
(તરહી ગઝલ )
સ્વર્ગથીયે રમ્ય એવું ,સ્થાન આ ગુજરાત છે,
સ્નેહ રૂપે ભવ્ય એવું ,સ્થાન આ ગુજરાત છે.
આજ ગાજે આભમાંયે , વીરતાનાં વાદળાં ,
નામ સાથે નવ્ય એવું, સ્થાન આ ગુજરાત છે,
ગીરનારે સૂરતાનાં તાર એનાં ઝણઝણે,
દ્વિજ ડીલે સવ્ય એવું, સ્થાન આ ગુજરાત છે.
સાહસીને શૂર છે ને, આ ધરાના માણસો,
સાદ પાડે દ્રવ્ય એવું, સ્થાન આ ગુજરાત છે.
સાગરે તો બેસણાં છે, ખીમજીના રોફના,
નીર આપે કવ્ય એવું ,સ્થાન આ ગુજરાત છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:
Post a Comment