Saturday, 16 December 2017

आप से 

दोस्ती     निभाना,   कोई    सीखे    तो  आप से,
सबको   गले  लगाना,  कोई   सीखे   तो आप से. 

फन-फ़नकारकी ,  आपकी  परख  लाजवाब   है,
मिट्टी  को सोना  बनाना ,कोई सीखे तो आप से. 

कहने  वाले कहते  रहेंगे ,रंजिशों की कहानियाँ ,
रूठे   हुए  को   मनाना, कोई  सीखे  तो आप से.

अंजुमन में  दिलावर  एक  ही इज़हार करते   हैं ,
दूध में  शक़्कर मिलाना, कोई सीखे तो आप से. 

करीम  की  रहेमियत  के ,  भी   उमीदवार  हो, 
जामे   ऐश    पिलाना,  कोई  सीखे तो आप से.

कोई    दुनिया   से   भला   यावरी   क्यों  माँगे  ?
भटके   को  सँभालना , कोई  सीखे तो आप से.

सिरहाज  भीग   गया  है , बरसते  आँसुओं  से,
रोते    को   हँसाना ,  कोई    सीखे तो  आप  से। 
                               ***
-कृष्णकांत भाटिया 'कान्त '


Friday, 15 December 2017

ગઝલ 

ઊગતા  સૂરજ  વિષે  તું  વાત  કર,
કોક  તો  ભીંજાય  એવી  જાત   કર.

બાહરે   તો    રોજ   ખખડે  બારણાં,
ભીતરે   તું    રંગ   પૂરી,  ભાત  કર.

ગીત  ગાઈ  ને    દિશાઓ   ઝૂમતી,
પામવાને   ચાંદની,  તું   રાત   કર.

ને    સમંદરને     કહી    દે   એટલું,
ઊછળીને   ખુદને   તું    મ્હાત  કર.

આંખના    ને  હોઠના    છે   રૂસણાં,
'કાંત 'એના ગરવ પર તું ઘાત કર.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Thursday, 14 December 2017

ગીત 

ચાલ ,સંતાકૂકડી  રમીએ  !
બાળપણની  યાદોને  તાજી  કરીએ !
હતું  ખુલ્લું  ગગન, ઝૂમતી  ધરતી,
કુદરતની  મોજ  આસપાસ ફરતી !
આંખોમાં  સપનાંને  ભરીએ !
                                       0ચાલ 
આવતી દોડીને,મળવા નદીઓ,
હેતના ઉછાળા  મારતો દરિયો !
કોયલના ટહુકે ટહુકે  ખળભળિયે,
                                       0ચાલ 

Monday, 11 December 2017

ગીત 

એક પંખી  આકાશમાં  ઝૂમ્યું,
       પાંખો  ફફડાવીને  એ  ઘૂમ્યું  !
એને    ઊડતું    જોઈ 
        હરખ્યું   બ્રહ્માંડ ,
વૃક્ષમાં આવ્યા નવા પ્રાણ !
         સૂરજનું  મોઢુંયે ખૂલ્યું !
ફૂલની  ફોરમ  લઈને 
          દોડયો  પવન,
નીલરંગો  મસ્ત ગગન 
          એ શાન-ભાન ભૂલ્યું  !
વાદળાં  નર્તન કરે ને 
            ગાયે  દિક્પાલ ,
પંખીના  હાલચાલ પૂછે !
            વીજળીએ એને ચૂમ્યું !
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત ' 
              





Sunday, 10 December 2017

હોય  છે !

શબ્દને  પણ  ધાર  હોય  છે,
એ જીભ  પર સવાર હોય  છે.

એ  અચાનક  મળે  છે  અને,
પછી  તો  બેડો પાર હોય છે.

મૌનની દીવાલ મજબૂત છે,
તોડવા કો બેકરાર   હોય છે.

આ  પડઘાય  છે  તે  શું   છે ?
પડઘામાંયે એકરાર હોય છે.

ભીતરે    રણ   ખળભળે  ને,
મૃગતૃષ્ણા  ફરાર   હોય   છે.

પાનખરની  ઓઢણી પહેરી,
વસંત સદા તૈયાર  હોય  છે.

'કાન્ત '  કંઈ   બોલવું  નથી,
બંધ હોઠ,સમજદાર હોય છે.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Saturday, 9 December 2017

લહેરાશે !

લહેરાશે  ભાજપનો  ભગવો  ગુજરાતમાં,
ખીલશે  કમળ , લાલ  રંગો  ગુજરાતમાં.

કારાયલનો   કેકારવ  ગૂંજશે ને  ગહેકશે,
સૂરો   રેલાવશે   મોરચંગો   ગુજરાતમાં.

તબલાના તાલ પર   નાચશે  સૂરાવલી,
શુભ શુકને   ફરકશે   અંગો  ગુજરાતમાં.

ગરવા   પ્રદેશની   અસ્મિતા  ઓળઘોળ,
નમોના સપનાંના નવ રંગો ગુજરાતમાં.

શ્રીફળ ફોડશું ને  માંહેથી શ્રદ્ધા  નીકળશે ,
દરિયો લાવશે  નીલ  નંગો  ગુજરાતમાં.
                         ***
-'કાન્ત '













Thursday, 7 December 2017

મત  આપજો  જરૂર !

કોઈને  પણ  આપો, મત  આપજો  જરૂર,
ઊભેલા ઉમેદવારને  તમે  માપજો જરૂર.

લોકશાહીનું   અમૂલ્ય  ટાણું    આવ્યું   છે,
આ પવિત્ર યજ્ઞમાં સમિધ નાખજો  જરૂર.

હું  એક  મતદાન  નહીં  કરું  તો  શું  થશે ?
આ  વિચારધારાને  તમે  હંફાવજો  જરૂર.

ગુજરાતીઓનું   ગૌરવ,  વિશ્વ  ફલક પર,
એને દાવ પર મૂકનારને ,હરાવજો  જરૂર.

દેશના  સર્વોચ્ચ   પદને   ભાંડનારાઓને,
એમનું સાચું સ્થાન, તમે  બતાવજો જરૂર.

ફક્ત  તમે  નહીં ,તમારી આજુબાજુવાળા,
મત આપે,એ   એમને  સમજાવજો  જરૂર.

'કાન્ત 'નો મુલક ,ગરવા  ગુજરાતીઓનો,
વધુમાં વધુ મતદાન તમે કરાવજો જરૂર.
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '