Sunday, 26 February 2017

ग़ज़ल 

मैं  ग़ज़ल   मतवाली   लिखता  हूँ ,
रोटी-दाल   की  थाली  लिखता हूँ.

चाँद-सितारे   मुझसे  रूठ  गए  हैं ,
अब तो  रातें    काली  लिखता  हूँ.

ईमानदारी  का सबूत देने के लिए,
कपोलकल्पना ख्याली लिखता हूँ.

इलाही  अब  कुछ  माँग   न  बैठे,  
अपने आप को,सवाली लिखता हूँ.

तलखिए -अईयाम  सताने  लगे,
मयकदे  की   प्याली  लिखता हूँ.

छत  पर शबनम उदास  बैठी  है,
बूंदों पे  उसकी, लाली लिखता हूँ.

चेहरे पर  जब हँसी  छा जाती है,
हाथों  पर  मैं  ताली  लिखता  हूँ.
                  ***
-'कान्त'

Thursday, 23 February 2017

ગીત 

સુખ-દુઃખમાં સમતા ધરીએ ,
જીવન ચંદરવા નીચે,હળીએ-ભળીએ !

અંતરમાં આ કોણ સમાણું ?
કોણ ભીતર ગાતું ગાણું ?
ચાલ,તુલસી કયારે સળવળીએ !

ઊંચે આભ ને નીચે ધરતી,
ઈચ્છાઓ અહીં-તહીં  આથડતી.
હવે તો, આ સફરથી પાછા વળીએ !

કયા  બ્રહ્મ ને ઓળખવા છે ?
તારી સાથે એને શું લેવા-દેવા છે ?
સૌથી પહેલાં જાતને મળીએ !

ચદરિયા,કબીરની ઓઢી,
જો,આ વસુંધરા પોઢી.
આપણે શેં જઈ બેઠા તળીએ ?

આકાશ,વૃક્ષો,પર્વત પણ પોકારે,
આવી જા હવે તું મારી વ્હારે.
સઘળાં ચોઘડિયાંને શુભ કરીએ !
                    ***
- કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'





ગઝલ 
લગાગા,લગાગા,લગાગા,લગાગા 

જરી  બડબડી  લઉં , તમારી  રજાથી,
ફરી  સળવળી  લઉં ,તમારી  રજાથી.

તમે   તો  ચમનમાં  ઉતારો કર્યો   છે,
હજી  ઝળહળી  લઉં ,તમારી  રજાથી.

દરિયો   ગયો    છે,  નદીના   કિનારે,
હવે ખળભળી લઉં , તમારી  રજાથી.

થઈ  ને  હું  ઘાયલ,બિછાને  જ સૂતો,
દવા  હરઘડી  લઉં ,તમારી  રજાથી.

બધી  લાગણીઓ ,મળી  છે  અમોને,
છતાં  તરફડી લઉં ,તમારી   રજાથી.
                        ***
-'કાન્ત'









વાંસળી  બોલતી  સૂરમાં ,
જાતને    ખોલતી સૂરમાં !

રાધિકા  નો  ઝુરાપો  કઠે,
રાગિણી  છેડતી  સૂરમાં !

પ્રેમના વેદ  તો  ખૂલતાં,
આજ એ  ડોલતી સૂરમાં !

કાન ને આંખમાં સોરવી,
જાતને  છોલતી  સૂરમાં !

આમ તો  હોઠ ને આંગણે,
મોજથી  દોડતી  સૂરમાં !
               ***
-'કાન્ત'







Tuesday, 21 February 2017

રઈશ 

રઈશ  તને  સાંભળ્યા પછી , એવું લાગ્યું,
કે,હાસ્ય; બધું છોડીને,  મારી  કને આવ્યું.

તારી આવડત ,ગઝલ-હઝલ લખવાની,
તારું  રે સી પી નું  લિસ્ટ, મને બહુ ભાવ્યું.

સુરતીઓ  પોતાની  જાત પર હસી  શકે,
તારી  માતૃભાષાનું પાન ,પ્રેમથી  ચાવ્યું .

નાની નાની ઘટનામાંથી,સુખ મળી શકે,
કવિના  મોઢેથી,   આ  મંત્ર  મને લાધ્યું.

સેકંડ,મિનિટ,કલાક, ચાલતા રહ્યા  સાથે,
'કાન્ત'એ  કોઈની પાસેથી  કશું ન માગ્યું.
                           ***
-'કાન્ત'

Monday, 20 February 2017

ગીત 

ઈર્ષ્યા ને અદેખાઈ ભાગું-ભાગું કરે,
ઓલો બિચારો, ક્રોધ ગિયો ભાગી !
જોયું જાગીને ઝટપટ,જયાં મેં તો,
બની ગયું 'તું, મારું મન જ વૈરાગી !

મારી કાયામાં નક્કી કોક પ્રવેશી ગયું,
અવગુણો મારા બધાં,એ રહેંસી ગયું.
વૈધવ્ય ભૂંસાયું મારું  જન્મારાનું,
બની ગઈ આજે હું સોહાગી.

હરિને જીવતર મારું મેં સોંપ્યું,
રળતર બધુંયે મારું,આંગણામાં રોપ્યું.
નેણની કટોરીથી અમીરસ પીધું,
સમજું છું  આજ હું મને બડભાગી !

પ્રીત્યુંની   વેલ ઉછેરી  અશ્રુજલથી,
પોઠને ઉગારી મેં મરુ  સ્થળથી. 
વરસ્યો પછી મન ભરીને રામલો,
ચરણોમાં જગા પામી આ  અભાગી !
                    ***
--કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'




ગીત 

સખી,આ ટાઢ ને ક્યમ કરી કાઢું ?
આવી છે મૂઈ,વગર નોંતરે,
માથું એનું ક્યમ કરી વાઢું  ?
                            0સખી 
ટાઢોળું અહીંથી ને ટાઢોડું તહીંથી,
હેમની વીંઝતો પાંખ્યું,
આભ નીચે છે મારો ઓતારો,
અંગ મારા ક્યમ કરી ઢાંકું ?
                            0સખી 
એકલી આવે તો સરભરાયે કરું,
સાથે લાવી છે છૈયાં ને છોરાં.
ગરમી ને મૂવા ખાઈ જાય ફટાફટ,
કોઈ ન થાય એને ઓરાં.

જાઉં તડકામાં તો એ પણ ધ્રૂજે,
નસીબ જ થયું મારુ વાંકું.
                            0સખી 
મેલી શાહુકાર ને મેલી મોટા બંગલા,
રાંકની ઝૂંપડીમાં જ એને ફાવે
ઓલા તો ગાંઠે નહીં,સામે થાય જબરા,
એને વીજળીના હીટરથી તાવે.

ખુદને સંકોરું તો, માંહ્યલો કંપે,
જોઈ લે એ હસી-હસી ને આડું.
                            0સખી
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'