ગીત !
(રાગ:ભૈરવી )
અષાઢી સાંજે તું અંબર ગજાવ,
અંબર ગજાવ, મેઘાડંબર ગજાવ !
કારાયલ બોલે ને ,કોકિલા પોકારે,
તારે મારે બોલવાનો સંબંધ તુંકારે.
સૂકી આ માટીમાં સોડમ પ્રસરાવ ,
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
કેદુણો આભમાં તું ચક્કર લગાવે,
નવી આશા ને નવા ઉમંગ જગાવે .
કચ્છડાને બાપ તું શાને તરશાવ ?
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
રૂડો મુલક ,અહીંના માયાળુ માનવી,
ઉતારી શકે હર જટાએથી જાહનવી .
બારે મેઘને તું ઝટપટ બોલાવ !
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
રાંધીશું લાપસી ને ઘૂંટીશું સ્નેહને,
પૂજીશું સાથે મળી દરિયાના દેવને.
વાદળાંની ગર્જનાએ ,સઘળું ડોલાવ !
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
અષાઢી બીજના સોમને પૂજીએ ,
વરતારો મેઘનો હોય તો જીવીએ .
'કાન્ત 'ના ચહેરે ,લાલી લઈ આવ !
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(રાગ:ભૈરવી )
અષાઢી સાંજે તું અંબર ગજાવ,
અંબર ગજાવ, મેઘાડંબર ગજાવ !
કારાયલ બોલે ને ,કોકિલા પોકારે,
તારે મારે બોલવાનો સંબંધ તુંકારે.
સૂકી આ માટીમાં સોડમ પ્રસરાવ ,
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
કેદુણો આભમાં તું ચક્કર લગાવે,
નવી આશા ને નવા ઉમંગ જગાવે .
કચ્છડાને બાપ તું શાને તરશાવ ?
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
રૂડો મુલક ,અહીંના માયાળુ માનવી,
ઉતારી શકે હર જટાએથી જાહનવી .
બારે મેઘને તું ઝટપટ બોલાવ !
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
રાંધીશું લાપસી ને ઘૂંટીશું સ્નેહને,
પૂજીશું સાથે મળી દરિયાના દેવને.
વાદળાંની ગર્જનાએ ,સઘળું ડોલાવ !
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
અષાઢી બીજના સોમને પૂજીએ ,
વરતારો મેઘનો હોય તો જીવીએ .
'કાન્ત 'ના ચહેરે ,લાલી લઈ આવ !
અષાઢી સાંજે તું અંબર ગજાવ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment