Sunday, 8 July 2018

ગઝલ 

નદી   હોય  કે  દરિયો , તરવું   મને  ગમે   છે,
મોસમ  હો  માતબર તો, ફરવું  મને  ગમે  છે !

દશે   દિશાઓ  ચાલે , હાથ  પકડીને   હમેશાં ,
ચડવાની  કોશિશ  સાથે, પડવું  મને  ગમે  છે !

સફેદ  રણની  રેતી,  માદક   સ્પર્શથી  ભરેલી,
ધવલ   ચાંદની   રાતે,  મળવું   મને  ગમે  છે !

હસવું   પડે   છે   હરદમ, ખુશી દેવા   ક્ષણોને, 
વેરાન  સમયના  ખભે,, રડવું   મને  ગમે  છે !

ટકોરા  પડે  જયાં , સદનના   બંધ   દ્વાર  પર, 
સનમના  હોઠો પર ,સળવળવું  મને  ગમે  છે !

હદથી    વધારે   જાગવું , લખ્યું   છે   લલાટે,
પગરવના આ   રવ ને,  કળવું  મને  ગમે  છે !

જાણું    છું  મારી  જાત ને ,'કાન્ત '  સારી  પેઠે,
સાકરની  જેમ  દૂધમાં, ભળવું   મને   ગમે  છે  !
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '













No comments:

Post a Comment