ગઝલ
આ શહેર હવે નૂર ગુમાવી બેઠું છે,
હર ક્ષણ એ ઘાત લગાવી બેઠું છે !
ગલીઓ બોલતી 'તી જ્યાં પ્રેમથી,
ફળિયાને જાહેરમાં લુંટાવી બેઠું છે !
ગળે છે આજે માણસ માણસને,
આદમને એ અજગર બનાવી બેઠું છે !
સમયને પણ વસમું લાગે છે અહીં,
ફૂડ-કપટની ઝાળ બિછાવી બેઠું છે !
તડપે છે ભાંગતી રાતે આ સન્નાટો,
અજવાળાને સતાવી બેઠું છું !
મેડીએ દીવો ફફડે છે પતંગાથી,
સરેઆમ એ માતમ જગાવી બેઠું છે !
શરાફત લીલામ થઈ ભર બજારે,
'કાન્ત ' ના શબ્દો ચોરાવી બેઠું છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આ શહેર હવે નૂર ગુમાવી બેઠું છે,
હર ક્ષણ એ ઘાત લગાવી બેઠું છે !
ગલીઓ બોલતી 'તી જ્યાં પ્રેમથી,
ફળિયાને જાહેરમાં લુંટાવી બેઠું છે !
ગળે છે આજે માણસ માણસને,
આદમને એ અજગર બનાવી બેઠું છે !
સમયને પણ વસમું લાગે છે અહીં,
ફૂડ-કપટની ઝાળ બિછાવી બેઠું છે !
તડપે છે ભાંગતી રાતે આ સન્નાટો,
અજવાળાને સતાવી બેઠું છું !
મેડીએ દીવો ફફડે છે પતંગાથી,
સરેઆમ એ માતમ જગાવી બેઠું છે !
શરાફત લીલામ થઈ ભર બજારે,
'કાન્ત ' ના શબ્દો ચોરાવી બેઠું છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment