Saturday, 7 July 2018

અલી વાદળી !

કહે   ને   ખરું   અલી   વાદળી ,
નભે   તું   ભમે   શાને  એકલી ?

તુજ   વિના   મહિ,રાત-દિ રડે ,
તાપ   ભાણનો   કેમ   એ  સહે ?

અષાઢ આવે છે ,તને પોંખવા ,
પવનદેવને   પડશે    રોકવા !

હવે  તું વરસ ,ભાંગ  ને તરશ ,
અમે    પામશું ,  ભીનો  પરશ !

સચરાચર  ખપે,તારી હાજરી,
ખૂટી  છે અહીં ખેડુની  બાજરી !

બાપ !ગરજી ને, સાદ દે  હવે,
લેશું  પોંખણા ,હર ઘડી  ભવે !

'કાન્ત ' કરગરે, હાથ જોડીને ,
વરસી  જા તું ,બાંધ  તોડીને !
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment