Monday, 30 June 2014

                   ગઝલ 

કયારેક  પગપાળા  સવારી  નીકળે,
કોઈ  ઈચ્છા  પણ    કુંવારી   નીકળે !

વૈકુંઠથી  વિમાન  તેડવા  આવે  તો,
કેટલાની  જવાની  તૈયારી    નીકળે ?

ખાવ  ધાણાદાળ  સમજીને  જે  તમે,
મોઢામાં  જાય  ને  વરિયારી  નીકળે !

તલપ  લાગે  જો  મદિરા   પીવાની ,
સાદ પાડોને કોઈ મહિયારી  નીકળે !

વેચવા  જાવ  બાપ-દાદાની સમજી,
'કાન્ત'એ મિલકત સહિયારી નીકળે !
-----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------------------

Sunday, 29 June 2014

                                             સ્પર્શ 

.....'નાટક  એ  ચાક્ષુષ  યજ્ઞ  છે. જેમાં  કલાકારે  આયુષ્યના  સમિધ 
હોમવા  પડે છે. કોઈ  પણ  મિનિસ્ટર  એક્સ  મિનિસ્ટર  થાય  પણ 
કલાકાર  કોઈ  દિવસ  એક્સ  કલાકાર  નથી  થતો.અભિનયયાત્રા 
સાથે  જીવન  યાત્રા  જોડાઈ  જતી  હોય  છે.આ  એક્સન  રિપ્લે  અને 
હાઈલાઈટ્સ  પણ  છે. બધાજ  મંદિરોની  પ્રદક્ષિણા થાય  છે  પરંતુ 
શંકરના  મંદિરની  પ્રદક્ષિણા  પૂર્ણ  નથી  થતી. ગૌમુખ  પાસે  બે  ડગ-
લા અટકીને  ફરી  જવું  પડે  છે.....'
.....પૂ.મોરારીબાપુના  2010 માં  યોજાયેલા  13 માં  'અસ્મિતા પર્વમાં '
ઉપરોક્ત  શબ્દો  ઉપેન્દ્રભાઈ એ  ઉચ્ચાર્યા  હતા  જે  ગઈકાલે  ભુજ 
ખાતે  'રતન ગિયું  રોળ 'ના  મંચન  વખતે  અક્ષરે-અક્ષર  જીવંત  થ-
યા  હતા.આ  'અભિનય  સમ્રાટે  એક  બાજુ  રણ  અને  બીજી  બાજુ  
ઝરણ  છે  અને  એ  બે  અંતિમોની  વચ્ચે  કલાકારે  કામ  કરવાનું 
હોય  છે  એ  સાબિત  કરી  બતાવ્યું.
.....ઉપેન્દ્રભાઈને  પ્રેક્ષકો  ગુજરાતી  ફિલ્મના  અદાકાર  તરીકે  ભલે 
ઓળખતા  હોય  પણ  એ  રંગમંચના  જીવ છે.જેમણે  પણ  એમનો 
આ  'એક પાત્રીય અભિનય  જોયો  છે  એ મારી વાત સાથે  સંમત 
થશે  કે,નાટક  એમના  જીવનનું  પ્રયોજન  છે.સારસર્વસ્વ  છે.એ  એ-
ના  માટે જ  જન્મ્યા છે.નાટક  એ  એમનું  વસ્ત્ર  નથી પણ  ત્વચા છે.
.....ગુજરાતમાં  લોકજીભે  કહેવાતી  લોક સાહિત્યની  વાતો  ચારણી 
સાહિત્યને  આભારી  છે.સાહિત્ય  એ  શબ્દરૂપી  પ્રાણ  છે.જો  ચારણી 
સાહિત્ય  ન  હોત  તો ગુજરાત  સાહિત્ય  ક્ષેત્રે  કંગાળ  હોત.ચારણી 
સાહિત્યના 'ડિંગળ 'શબ્દોને  ધીંગા  શબ્દો  એમ  કહેવાય  છે.જેનો 
અનુભવ  ઉપેન્દ્રભાઈએ  ગઈ  કાલે  સુપેરે  કરાવ્યો.
.....મેઘાણીના  રચેલાં પાત્રો  ચારણ ,રતન,પોરહાવાળોને  આ 
નાયકે  મંચ  પર  આબેહૂબ  રજુ  કર્યા.એક જ  કલાકાર  જુદાં -જુદાં 
પાત્રોને  સહજતાથી  ભજવે  એ  એક  ચમત્કાર છે.આવું  કરવા  માટે 
અદાકારે  પાત્રોને  પોતાની  ભીતર જીવાડવા  પડે  અને  વેદના  પણ 
સહન  કરવી  પડે.ઉપેન્દ્ર ભાઈ એ  જેસલથી  માંડીને  ભરથરી  સુધીનાં 
નાયકોને  પોતાના  લોહીમાં  ઉછેર્યાં  છે  એમાં  કોઈ  શંકા  નથી.
.....'રતન  ગિયું  રોળ ' જોતાં  લાગ્યું  કે,આવી  અભિવ્યક્તિ  કરવી 
એ  કોઈ  એવોર્ડના દાયરામાં  ન  સમાય  તેવું  અચિવમેન્ટ છે.રડીને 
માણસ  કોઈને  ભેટી  પડે  અને  કોઈને  ભેટીને  રડી  પડે  તે  ઘટના 
શાબ્દિક  રીતે જ નહીં ,તાત્વિક  રીતે  પણ  અલગ-અલગ છે.આ  વા-
તની  પ્રતીતિ  આ કલાકારે  પોતાના  અભિનયથી  કરાવી.
.....આ  ઉંમરે  પણ  તેમની  બોડી  લેન્ગવેજ ,ઘૂંટાયેલો  અવાજ, રજુ-
આત,શૈલી,વેદનાની  અભિવ્યક્તિ,પ્રેક્ષકો  સાથેનું  જોડાણ,વર્ણન,એન્ટ્રી-
અને  એક્જિટ ની  કુશળતા કાબિલે દાદ હતા.આ કલાકારને  પ્રત્યક્ષ 
અભિનય  કરતો  જોવો  એ એક લહાવો  છે.ભુજની  જનતાને  આવો 
મોકો આપવા બદલ 'કચ્છ મિત્ર ' ને  ખૂબ-ખૂબ  વધાઈ !ઉપેન્દ્રભાઈ 
ની  ઈચ્છા મુજબ  અને  ગુજરાત  સંગીત  નાટ્ય અકાદમીના  અધ્યક્ષ 
યોગેશ  ગઢવીના  ઈજન  મુજબ  આવા  પ્રયોગોનું  મંચન  કચ્છના 
તખ્તા  પર  થાય  તે  માટે  'કચ્છમિત્ર' પ્રયોગશીલ  રહે  અને  ઝવેરીલાલ  સોનેજી જેવા કલાપારખુઓ  પણ  સક્રિય ભાગ ભજવે 
એવી  મનોકામના! ફરીથી  કચ્છમિત્ર પરિવારને  ખૂબ-ખૂબ અભિનંદન !
--------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા. 30-06-2014,સોમવાર,11:26 AM  
---------------------------------------------------------------------------------



          
   


            आजा  रे !

आजा रे आजा रे आजा रे,
... बरसाजा रे बरसाजा रे बरसाजा रे !

तुम बिन सूखे धरती मैया ,
... बनजा तू उसका खेवैया !

ये दिन कैसे कटेंगे भैया,
... कब पकेगी घरमें सेवैयाँ !

आजा रे आजा रे आजा रे,
... छलकाजा छलकाजा रे छलकाजा रे !

पनघट सूना ,सूना सैयाँ ,
... चिंतित  हैं  जशोदा मैया!

मयूर करे हैं  ताता -थैया ,
...छेड़ दे मल्हार  बनजा  गवैया !

आजा रे आजा रे आजा रे,
... सरसाजा रे सरसाजा रे सरसाजा रे !
---------------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक'
--------------------------------------------- 

Saturday, 28 June 2014

        અષાઢી બીજ !

અય અષાઢી  બીજ,
...નાંય  વડર  ને  નાંય  વીજ !

નાથ કે ડીયોં નોંતરો ,
...વલા વરે  વસધો  ડીજ  !

પોય  કાલ  થીંધી  ત્રીજ ,
...નિપટ  રખજ  મ તું  ખીજ !

માલક  તોજો  આશરો,
...નયું  આસાં  કો  ચીજ  !

આશા  અય  કીંજો  કીંજ ,
...વધાઈજ  તું  ઈંજો  ઈંજ  !

છાય  જો  ભર્યો  તાંસરો  ,
...ખીર  સમજે  તું  પીજ !
---------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------

Friday, 27 June 2014

                    ગીત 

સખી,હું તો જોઉં મેઘાની વાટ,
...ઓણ સાલ જોયા નથી એના થાટ !

વ્હાલો રિસાણો છે કેમ,ન જાણું,
...હું તો એના ને મારા નાતાને પિછાણું !

સખી, હું તો માટીના ઘડું ઘાટ,
...એ ભીંજવશે મારા પાકેલા માટ !

વ્હાલો,રોકાણો છે ક્યાં ,ન જાણું,
...મોકલું  છું રોજ મારા ઘેરથી ભાણું !

સખી,હું તો સૂઈ રહું સાદે પાટ ,
...એના માટે સજાવ્યાં હિંડોળાખાટ !

વ્હાલો સમાણો છે ત્યાં છે  કાણું,
...વરસીને ભરશે એ જગનું તરભાણું!

સખી,હું તો સહી લઉં માર-સાટ ,
...'કાન્ત'  પ્રેમને ન લાગે ક્યારે કાટ ! 
-------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------------

Wednesday, 25 June 2014

         આવ  તું  !

હવે તો મેઘ  આવ  તું,
અનરાધાર   લાવ  તું  !

જો ,ધરા  કેવી  તરફડે,
એની પ્યાસ બુજાવ તું !

સૂકાં -ભઠ  આ ખેતરો,
લીલોતરી  સજાવ તું  !

બારે મેઘ થાય ખાંગા,
એવી વર્ષા વરસાવ તું !

તુંજ માલિક તુંજ આકા,
'કાન્ત'ને ન તરસાવ તું!
-------------------------
-કૃષ્ણકાંત 'કાન્ત'
-------------------------



Tuesday, 24 June 2014

......................ગીત........................

પ્રભુ, મારાં ગીતોએ તજ્યો છે  વિકાર,
તુજ સમીપ ગર્વનો ઉતાર્યો  શણગાર!

નથી શોભતો દંભ કવિનો તારી આગળ,
આ હું આ મારું શબ્દો ચાલે મારી પાછળ !

સરળ વાંસળી બની ગૂંજું તવ ચરણોમાં,
એના સૂરમાં ભરી તમારા સ્વર સંભાર!

મારા મનને પજવે છે   આ   કોલાહલ,
અમૃત સમજી પીવું હું   ઝેર   હલાહલ!

પ્રભુ કૃષ્ણ બની કરો 'કાન્ત' નો સ્વીકાર,
પ્રભુ,મારાં ગીતોએ  તજ્યો છે  વિકાર !
---------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------------------