ગઝલ !
ગાઓ તો એક ગીત છું ,
મનગમતો હું મીત છું !
મહેકતા આ શ્વાસ કહે,
ભવોભવની હું પ્રીત છું !
ભલેને છેતરો સ્વપ્નમાં,
જીવતી જાગતી રીત છું !
રોજ લૂંટો જો ઠગ બની,
વિશ્વાસની હું જીત છું !
સમ લીધાં છે તમારાં મેં,
શબ્દે ચણાયેલી ભીંત છું !
એક દિ' ચોક્કસ કહીશ,
ચારે ખાને હું ચીત છું !
મન ભીંજાયું શબનમથી,
મોસમની હું શીત છું !
***
-'કાન્ત'
ગાઓ તો એક ગીત છું ,
મનગમતો હું મીત છું !
મહેકતા આ શ્વાસ કહે,
ભવોભવની હું પ્રીત છું !
ભલેને છેતરો સ્વપ્નમાં,
જીવતી જાગતી રીત છું !
રોજ લૂંટો જો ઠગ બની,
વિશ્વાસની હું જીત છું !
સમ લીધાં છે તમારાં મેં,
શબ્દે ચણાયેલી ભીંત છું !
એક દિ' ચોક્કસ કહીશ,
ચારે ખાને હું ચીત છું !
મન ભીંજાયું શબનમથી,
મોસમની હું શીત છું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment