ગઝલ
મયકદામાં જામ છે ,સાંભળ ગઝલ,
ઝૂમતી આ શામ છે, સાંભળ ગઝલ.
હોઠ ઉપર પ્યાસ છે, સદીઓ તણી ,
ઈશ્કે મિજાજી નામ છે,સાંભળ ગઝલ.
નશો આંખોમાં ભરી મસ્ત ઝૂમ તું,
છવાયો દમામ છે, સાંભળ ગઝલ.
કસુંબલ મોજ ની વાત કરવી શી,
ઘાયલ તમામ છે, સાંભળ ગઝલ.
મન ને ખુલ્લું કરી,ચૂમી લે હવાને,
હાથમાં વર્તમાન છે, સાંભળ ગઝલ.
તું શરાબી,હું શરાબી ,શરાબી જહાં ,
'કાન્ત ' બદનામ છે, સાંભળ ગઝલ.
***
-'કાન્ત'
No comments:
Post a Comment