ગઝલ
તડપે છે માઝમ રાત, કહો તો બારણું ખોલું,
થઈ જશે હમણાં પ્રભાત, કહો તો બારણું ખોલું.
આવું અજવાળું ઊગ્યું છે આજે મારા આંગણે,
કરી ન જાય અંધારું ઘાત ,કહો તો બારણું ખોલું.
કેટલું તોફાન ઉમટ્યું છે, રક્તવાહિનીઓમાં,
ઈશ્કનો જોરદાર પ્રપાત,કહો તો બારણું ખોલું.
હદથી વધી ગઈ છે સનમ હવે તો બેકરારી ,
કહેવી છે એક વાત, કહો તો બારણું ખોલું.
તમે અહીં આજ કુમકુમ પગલાં કરશો તો,
'કાન્ત'-થશે મુલાકાત, કહો તો બારણું ખોલું.
***
-'કાન્ત'

No comments:
Post a Comment