Tuesday, 11 April 2017

ગઝલ 
લગાગા ,લગાગા,લગાગા,લગા 

અમે  લાગણીઓ,   વણી   હોય  છે,
શબદની   સુગંધે  તણી     હોય  છે.

હવે,   વ્હાલને   તો  વધાવો   જરા,
ઇચ્છાઓ   અમારી, ઘણી  હોય  છે.

ભલે   ઝેરથી    હોય ,   કાતિલ  એ,
સર્પને    ચમકતો  મણી   હોય   છે.

થઈને    કટારી   કપાવો     જિગર ,
તમે  તો, પિયારી    હણી  હોય  છે.

સવારે     હડી     કાઢતા   સીમમાં ,
સમી  સાંજના, ઘર  ભણી હોય  છે.

રમો  છો  રમતને,   તમે  કપટથી, 
અમે   તો  નજરને ,  ગણી હોય છે.

નજરથી  નજર  જો   મળે પ્રેમથી,
ગઝલ  એ ક્ષણે રણઝણી  હોય છે.
                       ***
-કૃષ્ણ'કાંત'

Monday, 10 April 2017

મારુતિ 

ભક્તિના  નૂર   છે  મારુતિ,
રણભૂમિમાં શૂર છે મારુતિ.

શ્રી રામના ચરણોના  દાસ,
સેવાથી ભરપૂર  છે મારુતિ.

બળ,બુદ્ધિ,વીરતાના દાતા,
પવનવેગી પૂર છે મારુતિ.

નર્તન, ગાયનના  છે  દેવ,
વાદનમાં  તૂર  છે  મારુતિ.

સકલ  વિશ્વમાં એ  બિરાજે,
ભક્તિની  ચૂર   છે મારુતિ.
                ***
-કૃષ્ણ'કાંત'
ગીત 

સખીરી,  મારા   કમખાની   દોર,
              આજ   ફાટું-ફાટું   થાય! 
વિરહ ઘેલી રાત ધોધમાર વરસે,
              મારું     દલડું   હિજરાય ! 
                                    સખીરી0
ભીંજેલી ક્ષણો બાદ કરું સાવનની,
              રહે  શું બાકી જીવતરમાં ?
કેટલાંયે સ્વપ્ન મારી સાથે લાવી,
               મહિયરનાં  પાનેતરમાં !
આજ મારસઘળાં ઓરતાં કરમાય !
                                     સખીરી 0
ઓલો મેઘદૂત ઊતરે મારી મેડીએ,
              દામિનીને   સાથે   રાખી !
ગરજતો ગરજતો આવે દમામથી,
              કશુંયે ન   રહે પછી બાકી !
મારા  ગાલ  પર   ચુંબન કરી જાય !
                                      સખીરી 0
હું તો દીવો કરું પાણિયારે ને હરખું,
         ઓઢણીના છેડાને કરું સરખું !
આંખમાં આંજણ આંજું એના નામનું,
         આંસુડાંની વાટે એ વહી જાય !
                                       સખીરી 0
                         ***
-કૃષ્ણ'કાંત' 
  


Sunday, 9 April 2017

ગઝલ 

આ  ગઝલ ,તને  શોધશે  હવે,
ભેદ  સઘળા, એ  ખોલશે  હવે.

મૂંઝાતી રહી,રદીફ કાફિયામાં,
મુક્ત  થઈ , એ   બોલશે  હવે.

ક્યાંક નજાકત ,ઈશ્કે મિજાજી,
વાહ વાહ પર,એ  ડોલશે હવે.

રંગ નવરંગ નીતરશે રૂપથી,
છંદ-મીટરને ,એ  ઠોલશે હવે.

આવરણની   ફિકર  ના  કર,
સ્વરૂપને જ  એ   ફોલશે હવે.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'


गीत 

यहाँ  ख़ुशी  से  खिलना ही ,जीवन का दस्तूर है,
कहो कली क्या तुम्हें चटकना,डाली पर मंजूर है ?

क्या संचय का राज़ खुलेगा,पोशीदा जो बागों में ?
जब धरती की कोख फलेगी,रंग लगेगा धागों में.
हर  बसंत  पर  लुटना ,तुम्हें जरूर है. कहो 0... 

क्या गिनती है तुमसे पहले कितने फले युगों में हैं ?
उनकी  गर्मी  दौड़ रही क्या ,शीतल पड़ी रगों में है ?
प्रेम पुकारेगा तुमको,क्यों की वो मजबूर है.कहो 0 ... 

बाग पड़ा है उजड़ा , बनजारे सब चले गए,
बस्ती  नहीं  बसाई तो फिर,लोग कहेंगे भले गए.
इतिहास बनाने का अवसर भी भरपूर है. कहो 0... 

जो पनपो तो कली,हमारी लाख दुआएं ले लेना,
युग-युग की जगमग आशा,तन-मन से उसे छू लेना.  
देव  शीश पर चढ़ने लायक,'कान्त'तेरा  नूर है.कहो 0... 
                             ***  
-कृष्णकांत भाटिया 'कान्त'


બેઠો છું 

પ્રેમની  ફરિયાદ  લઈને   બેઠો   છું ,
બસ તમારી  યાદ  લઈને બેઠો  છું.

માત્ર  દિલ  છે,કશું નથી મારી કને,
ઇશ્ક પાડે, એ સાદ લઈને બેઠો  છું.

રોકો નહીં ખુદને,પલળી જાઓ હવે,
સમી સાંજે,વરસાદ લઈને બેઠો છું.

સૂરો   કેટલા   સૂરમય  છે  તમારા,
દુબારાની  દાદ  લઈને  બેઠો    છું.

પડદો  હટાવી  દયો ,આ વચ્ચેનો ,
મિલનનો પ્રસાદ લઈને બેઠો   છું .

લો, હોઠ  તો  સ્પર્શ્યા  નથી હોઠને,
ચુંબનનો, સ્વાદ  લઈને  બેઠો  છું.

એ'કાંત'ને  છોડી દઉં આ ગલીમાં,
સ્વપ્નો , આબાદ  લઈને  બેઠો છું.
                      ***
                    
-કૃષ્ણ 'કાંત ' 


Friday, 7 April 2017

ગઝલ 
ગાલગાગા ,  ગાલગાગા,   ગાલગા 

જાણભેદુ       કાફલાને      લૂંટશે,
ઝાંઝવાઓ    જીવતરને   ચૂંથશે.

છો   રૂપાળાં ;  રૂપને   સંભાળજો,
સમય ,   રૂપાળી    ક્ષણોને ચૂંટશે.

રામનો   હો  આશરો,  કે  જામનો,
અંત  વખતે   શ્વાસમાળા   તૂટશે.

હાથની   રેખા   ભલે   હો  ફાંકડી,
અધવચાળે  કૂપ   જળના ખૂટશે.

પ્રેમમાં    છોને   ઉદાસી    સાંપડે,
સાંજ ; પોતે  ખબર અંતર પૂછશે.

કોણ  ઝબકાવી ગયું  છે  આખરે ?
ઉપવને   કોયલ    મધુરું   કૂકશે .

ને  અશ્રુઓથી  છલકાઈ ઓઢણી,
'કાંત ' ખરતા,નયનને તો લૂંછશે.
                      ***
-'કાન્ત'