Monday, 30 October 2017

ગઝલ 

તમારી  યાદ  સાથે, જીવું  છું  હું  અહીં,
ઝરે છે  આંખ મારી ને, રડું છું  હું અહીં .

સનમ   બેવફા   કહેવા   નથી  તમને,
બેખુદીના જુલમ સામે,લડું છું હું અહીં .

હતે   જો   બહાર   તો   ભૂંસી  નાખત,
લખેલું  દિલ  મહીં , ઘૂંટું  છું  હું  અહીં .

હતા   કેટલાક મારી સાથે ચાલનારા,
ખુદની  જાત  સાથે , ભળું  છું હું અહીં .

ખંજર પીઠ  પર મારે  છે  આ દુનિયા ,
સનમ સામી છાતીએ,મરું  છું હું અહીં.

ભલે ને  ઝૂંટવી  લે  સઘળા   સિતારા,
ગાઢ  અંધકાર સાથે, રહું  છું  હું  અહીં.

કહી  દેજો  વફાને કે, તમાશો ના કરે,
કલમ છે 'કાન્ત 'ની ને વહું છું હું અહીં.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Saturday, 28 October 2017

ગઝલ 

તમે  છો  નાદાન ,આ  ખુરશી  મારી  છે, 
ખલનાયક  બનવાની  પણ  તૈયારી  છે.

નેટ-ફેસબૂક -વોટ્સએપમાં ગૂંથાયા છો ,
ચક્રવ્યૂહમાં  ફસો , મેં  રીત  વિચારી છે.

મને ખબર છે ,મત તો મને જ આપશો,
હાર્દિકની  પીઠ પર ,મારી   સવારી  છે.

જનતાની  સુખાકારી-કોણ   અહીં  પૂછે ?
લોકશાહીમાં લીલીછમ મારી ક્યારી છે.

આ દલિત- ઓબીસી  કટકા છે તમારા,
હું રહ્યો  અખંડ,દેશની ફિલ્મ ઉતારી છે. 
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Tuesday, 24 October 2017

ग़ज़ल 

इस     कदर     क्यों     सताते    हो ?
क़िल्लत     ही    क्यों    बताते   हो ?

मुस्कुराना  तुम्हीं  से  सीखा  हमने,
फिटकार    कर    क्यों    रुलाते  हो ?

क़िस्तबंधी   क़ुबूल  कर  ली   हमने,
ख़ुदा    कसम    क्यों    दिलाते   हो ?

पतझड़  से    इश्क़  है   हमें  जानम ,
फस्ले -गुल  को   क्यों   बुलाते   हो ?

फ़ाहिश   नहीं    है    हमारी   कलम,
फिर   इतना   शोर  क्यों  मचाते हो ?

माना कि  रंजिशें  हैं हमारे  दर्मियाँ ,
लड़ने  लश्कर   क्यों    बुलाते    हो ?

लहालोट  हैं  हम   तुमसे  मिलकर,
ख़ामोशी  पर   क्यों   चिल्लाते  हो ?
                      ***
-कृष्णकांत भाटिया 'कान्त '

*क़िलत्त -ઉણપ  *किस्तबंधी -હપ્તા 
ચૂકવવાનું નક્કી કરવું તે *फस्ले -गुल -
વસંતઋતુ  *फ़ाहिश -અશ્લીલ *लहालोट-
મુગ્ધ 




Friday, 20 October 2017

ગીત 

વાયુ  થઈને  વાઈ  લઈએ,
ગીત મધુરાં  ગાઈ  લઈએ.

નવા વરસની તારક આંખે,
નવચેતનની    પાંખે-પાંખે .

હાસ્ય ફુઆરે  નાહી  લઈએ,
ગીત  મધુરાં  ગાઈ  લઈએ.

દીવડે-દીવડે ને    દ્વારે-દ્વારે,
કુટિર-બંગલે  ને માળે માળે .

સૌ  કોઈને  ચાહી    લઈએ,
ગીત  મધુરાં   ગાઈ લઈએ.

આજ  પરોઢે  હસતે  ચહેરે,
સાલમુબારક  સાગર લહરે.

ચાલો મળવા ધાઈ લઈએ.
ગીત મધુરાં  ગાઈ  લઈએ.

જળ-સ્થળ, નીલગગનમાં,
લહેરાતા  મસ્ત  પવનમાં .

'કાન્ત ' હું-તું  છાઈ લઈએ.
ગીત મધુરાં  ગાઈ લઈએ.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Thursday, 19 October 2017

ग़ज़ल 

नए   सालकी  प्रीत   मुबारक,
मिलने  की  ये  रीत  मुबारक। 

कवि  मिलन  के हर मंच पर ,
तुम्हें तुम्हारी  जीत मुबारक। 

अक़्सर अपनी तन्हाइयों  में ,
इक प्यारा सा मीत  मुबारक। 

बर्फ़ीले मौसम में होता रहे यूँ,
हा हा हू हू  की  शीत मुबारक। 

नूतनता की  इस महफ़िल में ,
दोस्तो सब को गीत मुबारक। 
                  ***
-कृष्णकांत भाटिया 'कान्त '





Wednesday, 20 September 2017

નવરાત્રિ

નારી    શક્તિનું    માન   છે    નવરાત્રિ !
નવદુર્ગાનું     અનુષ્ઠાન    છે  નવરાત્રિ !

નવ -નવ   નોરતાંની  રઢિયાળી  રાતો,
છંદ-સ્તુતિ-ગરબાનું  ગાન  છે નવરાત્રિ !

શૈલપુત્રીથી -સિદ્ધિદાત્રીની   આરાધના,
સદવિચારોનું   સન્માન    છે  નવરાત્રિ !

પૃથ્વી  રૂપે-પ્રાણ  રૂપે  વસે  ઘટ ઘટમાં ,
આદ્યશક્તિનું  ઊંડું  ધ્યાન છે  નવરાત્રિ !

દુર્ગાના  નવ સ્વરૂપોનું  પૂજન  અર્ચન,
શુભ   સંકલ્પોનું    દાન    છે   નવરાત્રિ !

માતૃકાઓને  નમે    છે   નર-નારાયણ,
ગુજરાતીઓનું  અભિમાન છે નવરાત્રિ !

વિજ્યોલ્લાસ     છે     વિજયાદશમીએ ,
'કાન્ત 'ની કલમનો પ્રાણ  છે નવરાત્રિ ! 
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Tuesday, 19 September 2017

ગઝલ 
ગાલગાગા,  ગાલગાગા,  ગાલગા 

નયનમાં  ચિતચોર  હોવો  જોઈએ,
ચીતરેલો     મોર   હોવો     જોઈએ .

સાંજ   ઢળતાં   છે   સુરાહી   રંગમાં,
મયકદામાં    શોર    હોવો   જોઈએ.

ચાંદનીને    ઘાયલ    કરી    કોઈએ,
આશિકીનો   ચોર    હોવો     જોઈએ .

રોજનીશી    રોજ     માફી    માગશે,
કલમનોયે  તોર     હોવો     જોઈએ.

બારણે    તો    વાહવાહી      રોફ  છે,
ગઝલનો  ત્યાં    દોર  હોવો જોઈએ .
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '