ગઝલ
મળો તો સુહાની ઘડી છે,
અમે તો રવાની કરી છે.
ખુશીની પળોને વહેંચો,
ઉદાસી કયારે ફળી છે ?
ગુલોની જવાની પજવશે,
ચમનમાં ગુલાબી તરી છે.
દિલાસો તમારો સલામત,
અમારી દિશાઓ ફરી છે.
પહેરો અમારા અધર પર,
સુરાહી નશામાં પડી છે.
નજરને જરી બોલવા દો,
નયનથી નજાકત સરી છે.
અસર છે તમારી અહીં તો,
સુગંધી થઈ આ ગલી છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
મળો તો સુહાની ઘડી છે,
અમે તો રવાની કરી છે.
ખુશીની પળોને વહેંચો,
ઉદાસી કયારે ફળી છે ?
ગુલોની જવાની પજવશે,
ચમનમાં ગુલાબી તરી છે.
દિલાસો તમારો સલામત,
અમારી દિશાઓ ફરી છે.
પહેરો અમારા અધર પર,
સુરાહી નશામાં પડી છે.
નજરને જરી બોલવા દો,
નયનથી નજાકત સરી છે.
અસર છે તમારી અહીં તો,
સુગંધી થઈ આ ગલી છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment