જીવું છું
જીવું છું ; આરપાર જીવું છું,
શ્વાસ ભરી ,ચિક્કાર જીવું છું.
હું જ મારું નામ-સરનામું,
બારીની બહાર જીવું છું.
ઉષા-સંધ્યા આકર્ષે મને,
હું સાંજ ને સવાર જીવું છું.
મારી જાત પર ગર્વ છે મને,
મનની ડેલીને દ્વાર જીવું છું.
પરિચય છે મારો બધાંને ,
ખુલ્લો છું ,વિસ્તાર જીવું છું.
ખૂબ ચાલુ છું ;મ્હાલું છું હું,
ક્યારેક તો બેકરાર જીવું છું.
સૂર-શબ્દ છે સાથી મારા,
હું ગઝલ બે-ચાર જીવું છું .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
જીવું છું ; આરપાર જીવું છું,
શ્વાસ ભરી ,ચિક્કાર જીવું છું.
હું જ મારું નામ-સરનામું,
બારીની બહાર જીવું છું.
ઉષા-સંધ્યા આકર્ષે મને,
હું સાંજ ને સવાર જીવું છું.
મારી જાત પર ગર્વ છે મને,
મનની ડેલીને દ્વાર જીવું છું.
પરિચય છે મારો બધાંને ,
ખુલ્લો છું ,વિસ્તાર જીવું છું.
ખૂબ ચાલુ છું ;મ્હાલું છું હું,
ક્યારેક તો બેકરાર જીવું છું.
સૂર-શબ્દ છે સાથી મારા,
હું ગઝલ બે-ચાર જીવું છું .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment