ગઝલ
દ્વાર પર આવીને કોઈ અટકી ગયું,
સ્વપ્ન પણ આંખમાંથી છટકી ગયું.
સાતે રંગ સાથે દોડતા આવ્યા હતા,
મેઘધનુષ ઓચિતું જ લટકી ગયું.
મન ઘણે પાંખો ફફડાવે છે પ્રેમની,
ભીતરે આવીને ભઈ ;એ ભટકી ગયું .
પુષ્પ કોમળ ,છતાં બેઠું છે કાંટા પર,
સુકોમળ સ્પર્શથી એ , બટકી ગયું.
આ કવિને કયાં કશી ખબર છે ?
છાનું છપનું આવીને કો ,ચટકી ગયું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
દ્વાર પર આવીને કોઈ અટકી ગયું,
સ્વપ્ન પણ આંખમાંથી છટકી ગયું.
સાતે રંગ સાથે દોડતા આવ્યા હતા,
મેઘધનુષ ઓચિતું જ લટકી ગયું.
મન ઘણે પાંખો ફફડાવે છે પ્રેમની,
ભીતરે આવીને ભઈ ;એ ભટકી ગયું .
પુષ્પ કોમળ ,છતાં બેઠું છે કાંટા પર,
સુકોમળ સ્પર્શથી એ , બટકી ગયું.
આ કવિને કયાં કશી ખબર છે ?
છાનું છપનું આવીને કો ,ચટકી ગયું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment