કેમ છે ?
આજે સવારે મારા ઘરની બાલ્કનીમાં
બેઠેલી દેવચકલીએ મને 'happy birthday'
કહી પૂછ્યું કેમ છે ?
મેં કહ્યું ,અહીં બધું હેમ-ખેમ છે !
વહેતા દાયકામાં મૂકી છે મેં
છલકાતી-મલકાતી જિંદગી .
સૂર ને શબ્દની મહેફિલ સજાવું
બની રહે એ જ મારી બંદગી !
નથી ભીનાશ થઈ ઓછી,
નથી થયું ભીતર ખાલી.
તાળું વાસ્યું નથી કોઈ દિ ,ખજાનાને
લૂંટી જાય કોઈ તો દઈ દઉં તાલી !
67 વરસેય ઘડપણ નથી આવ્યું ઓરું ,
તાજગી-ઉમંગ મારી સાથે દોડે !
આજેય લાગે કે બેઠો છું હું બાળપણને ખોળે !
જીવતર ને જીવું છું હું પળે પળ મોજથી,
ને અવરની ખુશીઓમાં રાજી !
હિસાબ તપાસું હું મારી જિંદગીના ,
બનતો નથી દુનિયાનો કાજી !
સૂરજ તો ઊગે ને આથમીયે જાય,
મારે તો ભાઈ, બધું એમનું-એમ છે !
મેં કહ્યું અહીં બધું હેમખેમ છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આજે સવારે મારા ઘરની બાલ્કનીમાં
બેઠેલી દેવચકલીએ મને 'happy birthday'
કહી પૂછ્યું કેમ છે ?
મેં કહ્યું ,અહીં બધું હેમ-ખેમ છે !
વહેતા દાયકામાં મૂકી છે મેં
છલકાતી-મલકાતી જિંદગી .
સૂર ને શબ્દની મહેફિલ સજાવું
બની રહે એ જ મારી બંદગી !
નથી ભીનાશ થઈ ઓછી,
નથી થયું ભીતર ખાલી.
તાળું વાસ્યું નથી કોઈ દિ ,ખજાનાને
લૂંટી જાય કોઈ તો દઈ દઉં તાલી !
67 વરસેય ઘડપણ નથી આવ્યું ઓરું ,
તાજગી-ઉમંગ મારી સાથે દોડે !
આજેય લાગે કે બેઠો છું હું બાળપણને ખોળે !
જીવતર ને જીવું છું હું પળે પળ મોજથી,
ને અવરની ખુશીઓમાં રાજી !
હિસાબ તપાસું હું મારી જિંદગીના ,
બનતો નથી દુનિયાનો કાજી !
સૂરજ તો ઊગે ને આથમીયે જાય,
મારે તો ભાઈ, બધું એમનું-એમ છે !
મેં કહ્યું અહીં બધું હેમખેમ છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment