ગીત
મારી કલમથી કંઈક તો લખું,
માંહ્યલાને પૂછી લઉં એકવાર.
શબ્દની નજાકતને ઓળખું,
ભરાણો છે કવિતાનો દરબાર.
ગીત-ગઝલ દોડતા આવશે,
ને પછી જોઈશ હું આરપાર.
કાફિયા-રદીફ રોજ મને પજવે,
મંદાક્રાન્તા -શિખરિણીની રાડારાડ
કહે,લખવું છે તો પામી લે,
અમારો અટપટો વિસ્તાર ,
એ ચમત્કૃતિ લાવશે
ને પછી જોઈ શકીશ તું આરપાર.
ગીતને લહેરાવું ઊંચા આકાશમાં,
પંખીના ટહુકામાં દઉં હું ઘાલી.
યમુનાના તીરે કદંબ હેઠે
વાંસળી વગાડે વનમાળી.
લાલો પોતે આણીકોર આવશે
ને પછી જોઈશ હું આરપાર.
ક્યાંક ફૂટી છે કોમળ કળી ,
મારે લખવાને કડી મળી..
આભલાનો મેઘ ,ઘૂઘવતો સાગર
પોતપોતામાં જાય ભળી.
ઠાકર મંદિરે ઝાલર વાગશે
ને પછી જોઈશ હું આરપાર.
મુશાયરાની મહેફિલ ચરમસીમાએ ,
'શબાબ'- 'વંચિત'-'ખ્વાબ'-'પુષ્પ' હાજર,
ઊછળે શાયરીના મોજાં
વાહવાહની ભરી મેં તો ગાગર
'હું ' પૂર્ણતાને પામશે
ને પછી જોઈશ હું આરપાર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
મારી કલમથી કંઈક તો લખું,
માંહ્યલાને પૂછી લઉં એકવાર.
શબ્દની નજાકતને ઓળખું,
ભરાણો છે કવિતાનો દરબાર.
ગીત-ગઝલ દોડતા આવશે,
ને પછી જોઈશ હું આરપાર.
કાફિયા-રદીફ રોજ મને પજવે,
મંદાક્રાન્તા -શિખરિણીની રાડારાડ
કહે,લખવું છે તો પામી લે,
અમારો અટપટો વિસ્તાર ,
એ ચમત્કૃતિ લાવશે
ને પછી જોઈ શકીશ તું આરપાર.
ગીતને લહેરાવું ઊંચા આકાશમાં,
પંખીના ટહુકામાં દઉં હું ઘાલી.
યમુનાના તીરે કદંબ હેઠે
વાંસળી વગાડે વનમાળી.
લાલો પોતે આણીકોર આવશે
ને પછી જોઈશ હું આરપાર.
ક્યાંક ફૂટી છે કોમળ કળી ,
મારે લખવાને કડી મળી..
આભલાનો મેઘ ,ઘૂઘવતો સાગર
પોતપોતામાં જાય ભળી.
ઠાકર મંદિરે ઝાલર વાગશે
ને પછી જોઈશ હું આરપાર.
મુશાયરાની મહેફિલ ચરમસીમાએ ,
'શબાબ'- 'વંચિત'-'ખ્વાબ'-'પુષ્પ' હાજર,
ઊછળે શાયરીના મોજાં
વાહવાહની ભરી મેં તો ગાગર
'હું ' પૂર્ણતાને પામશે
ને પછી જોઈશ હું આરપાર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment