Wednesday, 22 January 2020

ગઝલ 

આ  શ્વાસમાં  કોની  છે  આવજાવ,
હૃદય   પડખા  બદલે  છે  રાતદિ ',

હું  અચાનક   ફૂલને   સ્પર્શું  અને,
ટેરવાં  મારાં  મઘમઘે  છે રાતદિ'.

મૌનની   દીવાલ ,  તોડવી  મારે,
શબ્દ  સાધક  કરગરે   છે રાતદિ'.

આંખમાં  આંજણ  નથી , શું થયું ?
સ્વપ્ન મારા સળવળે  છે  રાતદિ. 

આવ કે ના  આવ,મહેબૂબા મારી,
યાદનાં  વાદળ, ગરજે  છે રાતદિ.

ઘૂંઘટ  ઉઠાવું લજ્જાનું શ્વેતવર્ણી ,
ગાલના ખંજન  ખુલે   છે રાતદિ.

'કાન્ત ' લાગે  કે  હવે  બહુ  થયું,
ઝંખના  જાગ્યા  કરે   છે  રાતદિ .
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






No comments:

Post a Comment