એક દિ '
એક દિ ' હરિને મેં પૂછયું ,
પ્રભુ ! હું શું કરું તમારા માટે ?
રોજ તમે સુણો ,ને હું બોલું,
તમારા સન્મુખ પણ હું ખોટો ડોલું.
આજે તમે માગો ને હું આપું,
અડધું પડધું માંગતા નહીં,
માગજો હરિ આખું.
તમે ભલે કરુણાના સાગર છો ,
ક્યારેક હું યે એને આપી દઉં ખો.
ભંડાર તો મારાયે ભરપૂર છે,
પણ માંહ્યલો માત્ર વચનોનો શૂર છે.
આજે તો ચાલવું છે મારે તમારી વાટે ,
પ્રભુ ! હું શું કરું તમારા માટે ?
રૂડાં અજવાળાં છે તમારા દેશમાં,
હું ભટકું અંધારાના વેશમાં.
કાંખમાં મેલું બનાવટને ,
અને પછી વખાણું આ ફાવટને !
વેચાઈ જવું છે આજે તમારી હાટે ,
પ્રભુ ! હું શું કરું તમારા માટે ?
હરિ મંદ મંદ હસ્યા ,મારી તરફ ખસ્યા,
કહ્યું ,'વત્સ તારે આપવું હોય તો ,
તારો વિષાદ મને આપી દે.
તારી સઘળી ભ્રમણાઓ મારા ચરણોમાં નાખી દે ,
પછી તારે ભટકવું નહીં પડે ઘાટે ઘાટે ,
હું તને મળીશ કોઈક રાંકની ઝુંપડીની વાટે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
એક દિ ' હરિને મેં પૂછયું ,
પ્રભુ ! હું શું કરું તમારા માટે ?
રોજ તમે સુણો ,ને હું બોલું,
તમારા સન્મુખ પણ હું ખોટો ડોલું.
આજે તમે માગો ને હું આપું,
અડધું પડધું માંગતા નહીં,
માગજો હરિ આખું.
તમે ભલે કરુણાના સાગર છો ,
ક્યારેક હું યે એને આપી દઉં ખો.
ભંડાર તો મારાયે ભરપૂર છે,
પણ માંહ્યલો માત્ર વચનોનો શૂર છે.
આજે તો ચાલવું છે મારે તમારી વાટે ,
પ્રભુ ! હું શું કરું તમારા માટે ?
રૂડાં અજવાળાં છે તમારા દેશમાં,
હું ભટકું અંધારાના વેશમાં.
કાંખમાં મેલું બનાવટને ,
અને પછી વખાણું આ ફાવટને !
વેચાઈ જવું છે આજે તમારી હાટે ,
પ્રભુ ! હું શું કરું તમારા માટે ?
હરિ મંદ મંદ હસ્યા ,મારી તરફ ખસ્યા,
કહ્યું ,'વત્સ તારે આપવું હોય તો ,
તારો વિષાદ મને આપી દે.
તારી સઘળી ભ્રમણાઓ મારા ચરણોમાં નાખી દે ,
પછી તારે ભટકવું નહીં પડે ઘાટે ઘાટે ,
હું તને મળીશ કોઈક રાંકની ઝુંપડીની વાટે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment