Friday, 17 October 2014

                              નથી  !

કોઈ  પર  અભાવ  રાખવો  એ મારો  સ્વભાવ  નથી,
ચાહું  છું  હું  મારી  જાતને  કોઈ  સાથે  લગાવ  નથી !

હુંજ   માલિક  હુંજ  આકા  વ્યર્થ  નથી  મારતો  ફાંકા,
મુજ પર હાવી થઈ જાય  એવો  કોઈ  પ્રભાવ  નથી !

સૂરજનાં  અજવાળાં  સામે  સજાવી  શકું   છું    શસ્ત્ર,
શશિયરનાં  શીતળ  કિરણોનો   હું      જવાબ  નથી !

મારા  ઉરમાં ,અણુયે  અણુમાં જાગે  છે   અંતર્યામી ,
કોઈ  નચાવે ને નર્તન કરું  એવો  હું  શબાબ  નથી !

અદનો  હું  આદમી  છું  આમ  આદમી  જ   રહીશ,
કોઈના દાંતોમાં અટકી જાઉં એવો  હું કબાબ નથી!

શકુનનું  સબરસ  વેચવા  નીકળું   હું   દિવાળીએ ,
સ્વમાની છું પણ અભિમાનીનો કોઈ રૂઆબ  નથી !

ખુદના  ભરોશે  હું  હાલું  છું  મારો  હાથ  જાલીને  ,
સુરભિનો  સૂરીલો  રબાબ છું  કોઈ નવાબ  નથી !
--------------------------------------------------------
-'કાન્ત'
============================



                                          સ્પર્શ 

...ઘણાં વર્ષો પહેલાં નૈનિતાલ જતો હતો.રસ્તામાં અલમોડા આવ્યું. મારી સ્મૃતિ 
મારા ધોરણ 9 ના કોટડા-રોહા હાઇસ્કૂલના વર્ગખંડમાં જતી રહી.જ્યાં ચાર દાયકા 
પહેલાં મારા હિન્દીના શિક્ષક મનુભાઈ સાહેબે અમને ડો.ઝાકીરહુસેન દ્વારા લખાયેલ 
પાઠ 'अब्बूखां की बकरी'ભણાવ્યો હતો.જેમાં અલમોડાનો પરિવેશ હતો.મેં કાર ઊભી 
રખાવી.આસપાસનું વાતાવરણ આંખથી પીધું.પેલી બકરી અને ભેડીયો બન્ને મને 
દેખાયા.
...મને યાદ આવ્યું કે સ્વામી આનંદ સાથે અલમોડાનો વિશેષ સંબંધ રહ્યો છે.મેં જોયું 
કે રસ્તાની ધાર પર એક ફકીર આકાશને એકીટશે તાકી રહ્યો હતો.જાણે કે એ ઈશ્વરનો 
ચહેરો જોતો ન હોય!એના ચહેરા પર એકીસાથે તરસ અને તૃપ્તિ હતી.હ્રુદયમાં શ્રધ્ધા 
હતી.એમાંથી મને એક ગીત મળ્યું જે આપની સાથે હું વહેંચું છું.

-------------------------------------ગીત-------------------------------------------------
............................સાંજ-સવારે નીલ ગગનની સાથે  ..........................................
............................હું આતુર નયને તારી રાહ જોઉં છું !..........................................
............................ભમતાં વાદળ ને ઊડતાં  પંખીઓ,..........................................
............................તારું-હા તારું જ નામ પુકારે આજે ,.............................................
............................નૈનિતાલની  વાદીઓને   સમેટી,...............................................
............................હું આતુર નયને તારી રાહ જોઉં છું !............................................
............................તારું નામ લઈને   સૂરજ હરખાતો,..............................................
............................મંદ મંદ સમીર જો કેવો મલકાતો !.............................................
............................કદીક આવશે તું એવા અણસારે ,.................................................
............................હું આતુર નયને તારી રાહ જોઉં છું !.............................................
...........................ડુંગરની આ કેડી જો ને વાંકીચૂકી ,...............................................
...........................મેં બધી સાધના તવ ચરણોમાંમૂકી !..............................................
...........................અબ્બુખાંની બકરી આનંદના ઓતારે,
...........................હું આતુર નયને તારી રાહ જોઉં છું  !...............................................
 ========================================================
-'કાન્ત'
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Wednesday, 15 October 2014

                ગીત 

હાલ રે સખી ગામને પાદરે। 
........છાણાં  વીણવા જઈએ !

પગલું-પગલું પાવન થાય ,
........એવું  તે કંઈક  કરીએ !
----------------હાલ રે સખી 0

ત્યાં સૂરજના ઘોડા આવશે,
.......આરુણી તો દોરી લાવશે.

સાત  રંગના  સુંદર  સપનાં ,
.......નેણો માં  લઈ   ભરીયે !
---------------હાલ રે સખી 0

ઊગતું પ્રભાત-મીઠાં ટહુકા,
.......ગોવાળના   કેવાં લટકાં. 

ઉરનું આંગણ સ્વચ્છ  કરીને,
.......ચાલ લીંપી ઘુંપી લઈએ !
-----------------હાલ રે સખી0

કાલે આ ગામનું પાદર છૂટશે,
.......લાગણીને સાહ્યબો ચૂંટશે.

હૈયા સરસી મીઠી બાથ ભરીને,
.......'કાન્ત' આજે  મળી લઈએ !
------------------હાલ રે સખી 0
----------------------------------
કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
====================  

                ग़ज़ल 

इस  क़दर  क्यों  सताते  हो ?
किल्ल्त  ही  क्यों बताते हो ?

क़िस्तबन्धी क़ुबूल कर ली  ,
खुदा कसम क्यों खिलाते हो ?

पतझड़ से ही इश्क है  हमें ,
फ़स्ले-गुल को क्यों बुलाते हो ?

फ़ाहिश नहीं है हमारी कलम,
इतना शोर क्यों मचाते  हो ?

खिलखिलाना तुमसे सीखा,
फिटकार कर क्यों रुलाते  हो ?

लँगोटिये  यार  हैं  हम-तुम,
लड़ने लश्कर क्यों बुलाते हो ?

लहालोट थे तुमसे मिलकर,
नफ़रत को क्यों गले लगाते हो ?
-----------------------------------
-'कान्त '
=================
० किल्ल्त -ઉણપ ० क़िस्तबन्दी -
હપ્તા ચૂકવવાનું નક્કી કરવું તે.
० फ़स्ले -गुल-વસંત ઋતુ.० फ़ाहिश -
અશ્લીલ ० लहालोट-મુગ્ધ.
+++++++++++++++++++

Tuesday, 14 October 2014

ગઝલ 

પોતાનો  લાગતો  નથી  એક પણ  પડછાયો,
સમયનો  પડી  ગયો  આ કેવો ભૂંડો ઓછાયો  !

આજ  આતુર છે  જે  મને  પગમાં    કચડવા,
પ્રેમ   એમણે  જ  હતો  મારા  પર વરસાવ્યો ! 

આ તો શબ્દો  હતા  જેમણે   સાચવી  લીધો,
બાકી  રણ   વચાળે  એમણે મને તરસાવ્યો  !

અજનબી  છે આજ  બધાંજ મારી  નજરમાં ,
ગીત -ગાયનથી જેમણે મને  છે તડપાવ્યો  !

મિત્રોએજ  કર્યા છે ઊંડા  ઘા મારા  દિલમાં,
ડગલે  ને પગલે  આજે  મને  છે ટટળાવ્યો  !

કહ્યું  ન  માન્યું  મેં  ક્યારેય   સમજદારીનું,
દિલના  ભરોશે  રહ્યો  તેથી  જ   છેતરાયો  !

ચમકી  ચમકી ને  આંસુઓ  ચમકી  ગયાં ,
હસાવવા  નું  છોડી  'કાન્ત' ને રોવડાવ્યો  !
-----------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
=======================




                                                                સ્પર્શ 

...ગઈ કાલે ભુજના ટાઉનહોલમાં હસિત અંજારિયા અને ચિરાગ વોરા દ્વારા પ્રસ્તુત સ્વ.જગજીતસિંઘને 
ભાવાંજલિ આપતો કાર્યક્રમ યોજાઈ ગયો. ગઝલનો માહોલ સ્પર્શી જાય તેવો હતો.આમ પણ ગઝલ બહુ 
નાજુક હોય છે.તેની નજાકતને હૂબહૂ રજુ કરવી એ કલાકાર માટે પડકાર હોય છે.આ પડકાર હસિતભાઈની
ટીમે બખૂબી જીલ્યો.દીપકભાઈ ભટ્ટ પાસે સંચાલનની કળા છે.તેઓ કલાકાર અને શ્રોતાઓ વચ્ચે સેતુ બાંધ -વાનું કામ કરી શકે છે.અને ગઝલની મહેફિલનું સંચાલન કરવું એટલે 'શબ્દોને રમાડવા'. દીપકજી પૂરા 100
ગુણ મેળવી ગયા.
...દીપકભાઈએ ગુજરાતી ફિલ્મ 'બહુરૂપી 'ની વાત કરી ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો.ઘણાં વર્ષો 
પહેલાં મુંબઈમાં જગજીતસિંઘની 'concert 'હતી.તેઓ પોતાની કેરિયર ઓન સ્ટેજ રિકોલ કરી રહ્યા હતા.
ગાતા જાય,વચ્ચે  સ્મૃતિ  કહેતા જાય.થોડીવારમાં જગજીત બોલ્યા,'મેરે કેરિયર કી શરૂઆત એક ગુજ-
રાતી ભજન સે હુઈ થી.વો ભજન થા ફિલ્મ 'બહુરૂપી'સે ઔર ઉસકે સંગીતકાર અજીતભાઈ યહાઁ પર હૈં.'
અને અજીત મર્ચન્ટ સ્ટેજ પર આવ્યા.જગજીત તેમને ભેટી પળ્યા.
...કહેવાનો આશય એટલોજ કે અજીત મર્ચન્ટ હોય,પુરષોત્તમ ઉપાધ્યાય હોય,રજત ધોળકિયા હોય કે અન્ય 
કોઈ ગુજરાતી હોય સલામ છે બધાં ને.અજીતમર્ચન્ટને આજે પણ સરેરાશ ગુજરાતીઓ 'તારી આંખનો 
અફીણી,તારા રૂપનો બંધાણી...'ગીતના સંગીતકાર તરીકે ઓળખે છે.'આંખનો અફીણી' માં પ્રારંભિક ડ્રમનો 
પીસ એક ઇંગ્લિશ ફિલ્મ 'રોક રાઉન્ડ ધ ક્લોક 'પર પ્રેરિત છે પરંતુ તે કથકના પીસની જેમ વગાડાયો છે.
ઓછી જાણીતી વાત એ છે કે આ ગીતનું રેકોર્ડિંગ થતું હતું ત્યારે રાજકપુર ત્યાં હાજર હતા.રેકોર્ડિંગ સાંભળતા તેઓ રીતસર નાચવા માંડેલા અને પછી તેમણે કહ્યું,'તુમ્હારા યે ગાના મેં ચુરા લૂંગા .....'  હવે શ્રી 420 નું 
'મેરા જૂતા હૈ જાપાની...'ગણગણો અને તેને મૂકો આંખનો અફીણીના ટયુનમાં'.
...અજીતમર્ચન્ટ એ 200 જેટલા નાટકોમાં સંગીત આપ્યું છે.વેણીભાઈ પુરોહિતની નૃત્યનાટિકા'વાસવદત્તા'
માં પણ તેમણે સંગીત આપ્યું છે.'આંખનો અફીણીમાં તેમણે સિંક સાઉન્ડ દ્વારા રેકોર્ડિંગ કર્યું હતું.દરિયા અને 
હવાના ઓરીજનલ અવાજ તેમાં સંભળાય છે.દિલીપ ધોળકિયાએ આ ગીતને ગજબનું ગાયું છે.આવી સેંકડો 
સ્મૃતિઓ જેમની સાથે જોડાયેલી છે એવા જગજીતસિંઘને યાદ કરી આ 'ગઝલની' મહેફિલ કાબિલે દાદ રહી!
આયોજકોને અભિનંદન.
---------------------------------------------------------------------------------------------------------------------------કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
=======================================================================    

Monday, 13 October 2014

              ઘડી !

આજની ઘડી,
...અનુપમ જડી !

તોયે હું ને તું,
...પડ્યા કેમ લડી ?

છીછરા પાણીમાં,
...બન્ને જશું સડી !

કઈ અંગત ક્ષણો,
...આપણને નડી ?

ચાલ 'હું' ને છોડ,
...જોડી લઈએ કડી !
----------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
==========================