સ્પર્શ
...ગઈ કાલે ભુજના ટાઉનહોલમાં હસિત અંજારિયા અને ચિરાગ વોરા દ્વારા પ્રસ્તુત સ્વ.જગજીતસિંઘને
ભાવાંજલિ આપતો કાર્યક્રમ યોજાઈ ગયો. ગઝલનો માહોલ સ્પર્શી જાય તેવો હતો.આમ પણ ગઝલ બહુ
નાજુક હોય છે.તેની નજાકતને હૂબહૂ રજુ કરવી એ કલાકાર માટે પડકાર હોય છે.આ પડકાર હસિતભાઈની
ટીમે બખૂબી જીલ્યો.દીપકભાઈ ભટ્ટ પાસે સંચાલનની કળા છે.તેઓ કલાકાર અને શ્રોતાઓ વચ્ચે સેતુ બાંધ -વાનું કામ કરી શકે છે.અને ગઝલની મહેફિલનું સંચાલન કરવું એટલે 'શબ્દોને રમાડવા'. દીપકજી પૂરા 100
ગુણ મેળવી ગયા.
...દીપકભાઈએ ગુજરાતી ફિલ્મ 'બહુરૂપી 'ની વાત કરી ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો.ઘણાં વર્ષો
પહેલાં મુંબઈમાં જગજીતસિંઘની 'concert 'હતી.તેઓ પોતાની કેરિયર ઓન સ્ટેજ રિકોલ કરી રહ્યા હતા.
ગાતા જાય,વચ્ચે સ્મૃતિ કહેતા જાય.થોડીવારમાં જગજીત બોલ્યા,'મેરે કેરિયર કી શરૂઆત એક ગુજ-
રાતી ભજન સે હુઈ થી.વો ભજન થા ફિલ્મ 'બહુરૂપી'સે ઔર ઉસકે સંગીતકાર અજીતભાઈ યહાઁ પર હૈં.'
અને અજીત મર્ચન્ટ સ્ટેજ પર આવ્યા.જગજીત તેમને ભેટી પળ્યા.
...કહેવાનો આશય એટલોજ કે અજીત મર્ચન્ટ હોય,પુરષોત્તમ ઉપાધ્યાય હોય,રજત ધોળકિયા હોય કે અન્ય
કોઈ ગુજરાતી હોય સલામ છે બધાં ને.અજીતમર્ચન્ટને આજે પણ સરેરાશ ગુજરાતીઓ 'તારી આંખનો
અફીણી,તારા રૂપનો બંધાણી...'ગીતના સંગીતકાર તરીકે ઓળખે છે.'આંખનો અફીણી' માં પ્રારંભિક ડ્રમનો
પીસ એક ઇંગ્લિશ ફિલ્મ 'રોક રાઉન્ડ ધ ક્લોક 'પર પ્રેરિત છે પરંતુ તે કથકના પીસની જેમ વગાડાયો છે.
ઓછી જાણીતી વાત એ છે કે આ ગીતનું રેકોર્ડિંગ થતું હતું ત્યારે રાજકપુર ત્યાં હાજર હતા.રેકોર્ડિંગ સાંભળતા તેઓ રીતસર નાચવા માંડેલા અને પછી તેમણે કહ્યું,'તુમ્હારા યે ગાના મેં ચુરા લૂંગા .....' હવે શ્રી 420 નું
'મેરા જૂતા હૈ જાપાની...'ગણગણો અને તેને મૂકો આંખનો અફીણીના ટયુનમાં'.
...અજીતમર્ચન્ટ એ 200 જેટલા નાટકોમાં સંગીત આપ્યું છે.વેણીભાઈ પુરોહિતની નૃત્યનાટિકા'વાસવદત્તા'
માં પણ તેમણે સંગીત આપ્યું છે.'આંખનો અફીણીમાં તેમણે સિંક સાઉન્ડ દ્વારા રેકોર્ડિંગ કર્યું હતું.દરિયા અને
હવાના ઓરીજનલ અવાજ તેમાં સંભળાય છે.દિલીપ ધોળકિયાએ આ ગીતને ગજબનું ગાયું છે.આવી સેંકડો
સ્મૃતિઓ જેમની સાથે જોડાયેલી છે એવા જગજીતસિંઘને યાદ કરી આ 'ગઝલની' મહેફિલ કાબિલે દાદ રહી!
આયોજકોને અભિનંદન.
---------------------------------------------------------------------------------------------------------------------------કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
=======================================================================

No comments:
Post a Comment