હા જી !
બીજાની ખુશીમાં આપણે તો રાજી,
નથી બનવું હવે કોઈનાયે કાજી !
હેતુ વિનાના આ વૈભવ શા કામનાં ,
કૃષ્ણે ખાધી હતી વિદુરજીની ભાજી !
એવી તે મહેફિલમાં જવું છે નકામું ,
જયાં સૌ કોઈ કહે આ તો છે માજી !
સદીઓની સદીઓ જૂની થઈ ગઈ,
આપણે તો વાત વિચારવી તાજી !
ના ,કરીએ તો સૌને વાંધા પડે છે,
મનની દુરસ્તી માટે કરવું હા જી !
ખંડિતોને છે ભઈ જોડવું અઘરું,
રેણ બની જોડીએ થઇ જાય સાજી!
માનવીની ભવાઈ છે બહૂ ભૂંડી,
પીડે એને 'કાન્ત' ઈર્ષ્યાની ખાજી !
---------------------------------------
-'કાન્ત'
====================
બીજાની ખુશીમાં આપણે તો રાજી,
નથી બનવું હવે કોઈનાયે કાજી !
હેતુ વિનાના આ વૈભવ શા કામનાં ,
કૃષ્ણે ખાધી હતી વિદુરજીની ભાજી !
એવી તે મહેફિલમાં જવું છે નકામું ,
જયાં સૌ કોઈ કહે આ તો છે માજી !
સદીઓની સદીઓ જૂની થઈ ગઈ,
આપણે તો વાત વિચારવી તાજી !
ના ,કરીએ તો સૌને વાંધા પડે છે,
મનની દુરસ્તી માટે કરવું હા જી !
ખંડિતોને છે ભઈ જોડવું અઘરું,
રેણ બની જોડીએ થઇ જાય સાજી!
માનવીની ભવાઈ છે બહૂ ભૂંડી,
પીડે એને 'કાન્ત' ઈર્ષ્યાની ખાજી !
---------------------------------------
-'કાન્ત'
====================
No comments:
Post a Comment