સ્પર્શ
...ઘણાં વર્ષો પહેલાં નૈનિતાલ જતો હતો.રસ્તામાં અલમોડા આવ્યું. મારી સ્મૃતિ
મારા ધોરણ 9 ના કોટડા-રોહા હાઇસ્કૂલના વર્ગખંડમાં જતી રહી.જ્યાં ચાર દાયકા
પહેલાં મારા હિન્દીના શિક્ષક મનુભાઈ સાહેબે અમને ડો.ઝાકીરહુસેન દ્વારા લખાયેલ
પાઠ 'अब्बूखां की बकरी'ભણાવ્યો હતો.જેમાં અલમોડાનો પરિવેશ હતો.મેં કાર ઊભી
રખાવી.આસપાસનું વાતાવરણ આંખથી પીધું.પેલી બકરી અને ભેડીયો બન્ને મને
દેખાયા.
...મને યાદ આવ્યું કે સ્વામી આનંદ સાથે અલમોડાનો વિશેષ સંબંધ રહ્યો છે.મેં જોયું
કે રસ્તાની ધાર પર એક ફકીર આકાશને એકીટશે તાકી રહ્યો હતો.જાણે કે એ ઈશ્વરનો
ચહેરો જોતો ન હોય!એના ચહેરા પર એકીસાથે તરસ અને તૃપ્તિ હતી.હ્રુદયમાં શ્રધ્ધા
હતી.એમાંથી મને એક ગીત મળ્યું જે આપની સાથે હું વહેંચું છું.
-------------------------------------ગીત-------------------------------------------------
............................સાંજ-સવારે નીલ ગગનની સાથે ..........................................
............................હું આતુર નયને તારી રાહ જોઉં છું !..........................................
............................ભમતાં વાદળ ને ઊડતાં પંખીઓ,..........................................
............................તારું-હા તારું જ નામ પુકારે આજે ,.............................................
............................નૈનિતાલની વાદીઓને સમેટી,...............................................
............................હું આતુર નયને તારી રાહ જોઉં છું !............................................
............................તારું નામ લઈને સૂરજ હરખાતો,..............................................
............................મંદ મંદ સમીર જો કેવો મલકાતો !.............................................
............................કદીક આવશે તું એવા અણસારે ,.................................................
............................હું આતુર નયને તારી રાહ જોઉં છું !.............................................
...........................ડુંગરની આ કેડી જો ને વાંકીચૂકી ,...............................................
...........................મેં બધી સાધના તવ ચરણોમાંમૂકી !..............................................
...........................અબ્બુખાંની બકરી આનંદના ઓતારે,
...........................હું આતુર નયને તારી રાહ જોઉં છું !...............................................
========================================================
-'કાન્ત'
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No comments:
Post a Comment