Sunday, 26 October 2014

            સખી !

પ્રેમ પ્રેમ રમીએ સખી,
ચાલ પ્રેમ પ્રેમ રમીએ !

હું  ને  તું ગમીએ  સખી,
ચાલ પ્રેમ પ્રેમ  રમીએ !

પિયુ  દર્શનનું પાનેતર,
છે  અમીરસ  જીવનનો !

એકમેકમાં ભળીએસખી,
ચાલ પ્રેમ  પ્રેમ  રમીએ !

જીવતર જીવતાં જીવતાં,
સાહ્યબાના મસ્ત સંગાથે. 

મોજુંને રૂડાંનોતરાં દઈએ,
ચાલ   પ્રેમ પ્રેમ   રમીએ !

સંસારને સ્વર્ગ બનાવવા,
ખંડિત ને ફરી   સજાવવા.

પ્રાણની રેણ થી જ જડીએ,
ચાલ   પ્રેમ   પ્રેમ  રમીએ !
               *** 
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'  



No comments:

Post a Comment