ગઝલ
પોતાનો લાગતો નથી એક પણ પડછાયો,
સમયનો પડી ગયો આ કેવો ભૂંડો ઓછાયો !
આજ આતુર છે જે મને પગમાં કચડવા,
પ્રેમ એમણે જ હતો મારા પર વરસાવ્યો !
આ તો શબ્દો હતા જેમણે સાચવી લીધો,
બાકી રણ વચાળે એમણે મને તરસાવ્યો !
અજનબી છે આજ બધાંજ મારી નજરમાં ,
ગીત -ગાયનથી જેમણે મને છે તડપાવ્યો !
મિત્રોએજ કર્યા છે ઊંડા ઘા મારા દિલમાં,
ડગલે ને પગલે આજે મને છે ટટળાવ્યો !
કહ્યું ન માન્યું મેં ક્યારેય સમજદારીનું,
દિલના ભરોશે રહ્યો તેથી જ છેતરાયો !
ચમકી ચમકી ને આંસુઓ ચમકી ગયાં ,
હસાવવા નું છોડી 'કાન્ત' ને રોવડાવ્યો !
-----------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
=======================
No comments:
Post a Comment