**દિવાળી**
એક એ પણ દિવાળી હતી,
એક આજની દિવાળી છે.
ત્યારે દીપનો પ્રકાશ હતો,
આજે વીજળીમાં રાત કાળી છે.
અમારા બાપુજી કેટલાક ,
મીટર કાપડ લઈ આવતા।
એમાંથીજ બધાંના કપડાં ,
સિવડાવતા !
હોંશે હોંશે અમે એ પહેરીને,
ભાઈબંધોને બતાવતા !
આજે તો ઘરમાં જેટલા સભ્યો,
દરેકની પસંદગી અલભ્યો !
કોણ કોને પૂછે,હસે સૌ મૂછે ,
કોણ કોના આંસુ લૂંછે ???
ત્યારે અંતરનો ભાવ હતો,
આજે સંબંધોની વચ્ચે જાળી છે !
દિવાળીના દિવસે મા અમને,
પરોઢિયે ઊંઘમાંથી જગાવતી.
પોતાના હાથે નવડાવતી,
પ્રભુનાં ચરણોમાં વંદન કરાવતી !
આજે તો 'happy new year '
અને 'good morning' ના
સંબોધનોને પગે લાગવાનું ,
પ્રણામ કરવાનું 'old'લાગે છે.
અને એટલે જ મા -બાપ,
વૃદ્ધાશ્રમોમાં ભાગે છે !
ત્યારે ખિસ્સાં ખાલી હતાં ,
આજે કુબેરોની રીત નિરાળી છે !
બાપુજી અમને સાઈકલ પર,
આગળ-પાછળની સીટ પર બેસાડીને
આખા ગામની સેર કરાવતા,
ભૂખ લાગે તો ખારી સીંગ ખવડાવતા !
આજે તો 'પિઝા-મન્ચુરિયન-પાસ્તાએ ,
બંધ કરી દીધા ખીચડી ને ગોળના રાસ્તા !
ત્યારે આંગણાંનો ખાટલો સત્કારતો,
આજે ખુરશીઓ ડનલોપવાળી છે !
લીંપણવાળા-દેશી નળિયાવાળા ,
ઘરમાં અમે હોંશથી દિવાળી મનાવતા.
માટીના કોળિયામાં દિવેલ પૂરી ,
અમાસના તમસને ભગાવતા !
પડવાની વહેલી સવારે ગામમાં નીકળી,
મા -બાપ -વડીલોને પગે લાગતા !
ત્યારે સૌનું સહિયારું હતું,
આજે તો હું મારા છોકરા ને ઘરવાળી છે !
આજે હું એક નગરવાસી છું ,
બંગલાનો નિવાસી છું !
બત્રીશ પકવાન સામે હોવા છતાં ,
કાયમનો ઉપવાસી છું !
એ દિવાળીએ હું ગોળનો કંસાર ખાતો ,
આજે મિઠાઈથી ભરેલો box નથી ભાતો !
ત્યારે આંગણાંમાં દીવા બળતા ,
આજે વાત 'કાન્ત' ને બાળવાવાળી છે !
***
-'કાન્ત'
એક એ પણ દિવાળી હતી,
એક આજની દિવાળી છે.
ત્યારે દીપનો પ્રકાશ હતો,
આજે વીજળીમાં રાત કાળી છે.
અમારા બાપુજી કેટલાક ,
મીટર કાપડ લઈ આવતા।
એમાંથીજ બધાંના કપડાં ,
સિવડાવતા !
હોંશે હોંશે અમે એ પહેરીને,
ભાઈબંધોને બતાવતા !
આજે તો ઘરમાં જેટલા સભ્યો,
દરેકની પસંદગી અલભ્યો !
કોણ કોને પૂછે,હસે સૌ મૂછે ,
કોણ કોના આંસુ લૂંછે ???
ત્યારે અંતરનો ભાવ હતો,
આજે સંબંધોની વચ્ચે જાળી છે !
દિવાળીના દિવસે મા અમને,
પરોઢિયે ઊંઘમાંથી જગાવતી.
પોતાના હાથે નવડાવતી,
પ્રભુનાં ચરણોમાં વંદન કરાવતી !
આજે તો 'happy new year '
અને 'good morning' ના
સંબોધનોને પગે લાગવાનું ,
પ્રણામ કરવાનું 'old'લાગે છે.
અને એટલે જ મા -બાપ,
વૃદ્ધાશ્રમોમાં ભાગે છે !
ત્યારે ખિસ્સાં ખાલી હતાં ,
આજે કુબેરોની રીત નિરાળી છે !
બાપુજી અમને સાઈકલ પર,
આગળ-પાછળની સીટ પર બેસાડીને
આખા ગામની સેર કરાવતા,
ભૂખ લાગે તો ખારી સીંગ ખવડાવતા !
આજે તો 'પિઝા-મન્ચુરિયન-પાસ્તાએ ,
બંધ કરી દીધા ખીચડી ને ગોળના રાસ્તા !
ત્યારે આંગણાંનો ખાટલો સત્કારતો,
આજે ખુરશીઓ ડનલોપવાળી છે !
લીંપણવાળા-દેશી નળિયાવાળા ,
ઘરમાં અમે હોંશથી દિવાળી મનાવતા.
માટીના કોળિયામાં દિવેલ પૂરી ,
અમાસના તમસને ભગાવતા !
પડવાની વહેલી સવારે ગામમાં નીકળી,
મા -બાપ -વડીલોને પગે લાગતા !
ત્યારે સૌનું સહિયારું હતું,
આજે તો હું મારા છોકરા ને ઘરવાળી છે !
આજે હું એક નગરવાસી છું ,
બંગલાનો નિવાસી છું !
બત્રીશ પકવાન સામે હોવા છતાં ,
કાયમનો ઉપવાસી છું !
એ દિવાળીએ હું ગોળનો કંસાર ખાતો ,
આજે મિઠાઈથી ભરેલો box નથી ભાતો !
ત્યારે આંગણાંમાં દીવા બળતા ,
આજે વાત 'કાન્ત' ને બાળવાવાળી છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment