Thursday, 23 October 2014

            સાલમુબારક !

 સાલમુબારક સાલમુબારક,
 નવાં વરસના સાલમુબારક !

 નવચેતનની    પાંખે પાંખે,
 અમી વરસતી  આંખે-આંખે !

નવાં સપનાં ને હેત મુબારક,
ચાહનારાને    પ્રીત મુબારક !

મમતામઈ મા ની કાંખે કાંખે,
બધાંજ દુઃખ દર્દ એ તો સાંખે !

સંતાનોને માવલડી મુબારક,
માતાને લીલી વાડી મુબારક !

હૈયું મારું આજે   કંઈક  માગે,
ભીનું ભીનું ભીતર કંઈ લાગે !

લક્ષ્મીનીજીની કૃપા મુબારક,
'કાન્ત' ની અનુકંપા મુબારક !
----------------------------------
-'કાન્ત'
====================






  
.....નૂતન વર્ષના મંગળ સુ-પ્રભાતના સોનેરી કિરણો પૂર્વાકાશમાં આશાનો નવો 
પ્રકાશ રેલાવી રહ્યા છે.જે વીતી ગયું છે તે પાછળ રહી ગયું છે.જે હવે આવવાનું 
છે તે આપણને આવકારવા તૈયાર છે.આસોની અમાવસ્યાનો જયાં અંત આવે છે ,
ત્યાં જ બરોબર નૂતન વર્ષનો પ્રાદુર્ભાવ થાય છે.કોઈ પણ અંત શૂન્યતા સર્જનારો 
હોતો નથી.અંતમાં કશો અભાવ શેષ રહેતો નથી.આરંભને એ છલકાવી દે છે.
.....વર્ષ પૂરું થયાના મૂર્હતે  નજર લંબાવીને જુઓ તો દેખાય છે શું ?મનને શાંત 
રાખીને નિર્વિચાર થઈને જુઓ ...અંતર મનનો પડદો હટાવી દો ...માત્ર ગતિ જ 
દેખાય છે.આવું દર્શન જેણે કર્યું છે તે કહ્યા વગર રહી શકયા નથી કે,નૂતનમાં 
માત્ર ગતિ જ ગતિ છે.ચેતના છે.કયાંયે જડતા દેખાતી નથી.
.....વિક્રમ સંવત 2070 ની ખાટી -મીઠી યાદો લઈને રાત્રિ વિખેરાઈ ગઈ છે.નવા 
ઉમંગો,નવા સંકલ્પો,નવી આશાઓને કૂખે તેડી નૂતન વર્ષ આવી ગયું છે.હવે 
તેને તમારા મનમંદિરમાં પ્રવેશવાની મોકળાશ કરી દો.જે જૂનું હતું તે ગયું...
ગયું તો ભલે ગયું ...કલ્યાણનું  જ એ સૂચક છે.નૂતન વર્ષ એટલે જ જૂનાનો પરિ -
ત્યાગ કરવાનો દિવસ.જૂનું જાય તો સતત નવા સત્યના દર્શન થાય.સ્લેટ કોરી 
થાય તો જ તેમાં નવું લખી શકાય.
.....આપણે સતત,પળેપળ જૂનાને ખાલી કરીએ અને નવાનો સ્વાનુભવ કરીએ 
તો એક વર્ષ જ નહીં પણ આપણું સમસ્ત જીવન મંગલમય બની રહેશે.જીવનમાં 
ક્લ્યાણકારી  તત્વો અને વિનાશકારી તત્વો બેય છે.પહેલાંના કરતાં બીજા વધુ 
આકર્ષક છે,ગમગમાટવાળા છે.ઇન્દ્રિયોને એ જ પ્રિય છે,અને આત્મા માટે એ જ 
અમંગળ છે.આટલું સમજાય કે તરતજ નૂતન વર્ષે શ્રેયની સાધના શરુ કરી દેવી. 
સૌથી વધુ મહત્વનું પરિવર્તન જીવનમાં આ જ છે.આવું પરિવર્તન કરવાનો અવસર 
પ્રતિપળે છે.પણ નૂતન વર્ષના આરંભમાં જ જો એવું પ્રગતિ પંથ પ્રયાણ,એવું નવ-
પ્રસ્થાન આપણે કરી શકીએ,ઘૂંઘટનો પટ જો આપણે ખોલી શકીએ તો પિયુના 
દર્શન અવશ્ય થશે.આવવા દો નૂતન વર્ષના આનંદને.જય હો એના આગમનનો !
સ્વાગતમ નૂતન વર્ષ !!!
-----------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.24-10-2014,શુક્રવાર,06:00A M )
------------------------------------------------------------------------------------------------

Tuesday, 21 October 2014

                    હા  જી  !

બીજાની  ખુશીમાં  આપણે  તો રાજી,
નથી  બનવું  હવે    કોઈનાયે   કાજી !

હેતુ  વિનાના આ વૈભવ  શા કામનાં ,
કૃષ્ણે  ખાધી  હતી વિદુરજીની ભાજી  !

એવી તે મહેફિલમાં  જવું  છે નકામું  ,
જયાં  સૌ  કોઈ  કહે આ તો છે માજી !

સદીઓની સદીઓ જૂની  થઈ  ગઈ,
આપણે  તો  વાત  વિચારવી  તાજી  !

ના ,કરીએ  તો  સૌને વાંધા પડે  છે,
મનની  દુરસ્તી  માટે  કરવું હા જી !

ખંડિતોને  છે  ભઈ   જોડવું   અઘરું,
રેણ બની જોડીએ  થઇ જાય સાજી!

માનવીની  ભવાઈ   છે  બહૂ  ભૂંડી,
પીડે એને 'કાન્ત' ઈર્ષ્યાની   ખાજી !
---------------------------------------
-'કાન્ત'
====================
              दिवाली  है !

अब तो आजा आज दिवाली है,
रात  है  काली पर मतवाली  है !

सब कुछ खोकर सब कुछ पाना,
अपनी तो ये  रीत  निराली   है !

जलते -जगमगते-आशा  भरते,
दीप मालाओंकी ये क़व्वाली है !

मेरा  तुझमें  तेरा  सब  मुझमें ,
ये  प्यारी-न्यारी प्रीत हमारी है !

किस से  माँगूं किसको  त्यागूँ ,
कोई है दाता तो कोई सवाली है !

मेरी पलकें अब आँसू से धो लूँ,
दिल के  दरवाजे अब तो खोलूँ  !

भीतर झाँक जब देखूं तो जानूं ,
मेरा मन ही बड़ा  मवाली    है !

शुभ -शुभ सोचूँ गुप-चुप पी लूँ ,
मिल गई शाता प्रेम पियाली है !

अब तो आजा आज दिवाली है,
रात है काली पर मतवाली    है !
---------------------------------
-'कान्त '
++++++++++++++++++++

Monday, 20 October 2014

           दिवाली है  !

अंधकार को दूर  भगायें 
---------आज दिवाली है !

घर आँगन में दीप जलायें,
---------आज दिवाली है ! 

कैसे रात छिपी है ये काली,
विनय ज्योत  को   धरकर। 

तमस की घेरी  छायाओंको ,
अपने  भीतर -तल  भरकर। 

बाधाएं हैं चलो उन्हें छुड़ायें,
-----------आज दिवाली  है !

भरा हुआ है अभी हृदय मेरा,
तुम जो चाहो   हो जाऊँ तेरा !

बाहर   मेरा संताप हरो तुम,
इसी तरह मन में करो बसेरा !

शत  शत्रुओँको  चलो   हरायें ,
------------आज दिवाली  है !

आज खोलो हृदय दल  खोलो,
ये मेरा,ये तेरा है दिल से भूलो !

निज सौरभ को लहराकर तुम,
रस से भरे भरे मीठे बोल बोलो !

सहस छेदकर  बांसुरी  बजाएँ ,
-------------आज दिवाली  है !
---------------------------------
-'कान्त'
===================







Sunday, 19 October 2014

               शरण !

मैं तो  कब से तेरे दर पर हुँ ,
तू  मुझे एक नया मुकाम दे !

हृदय के सारे तू  बाँध खोल ,
तेरी  दया  का  मुझे दान  दे !

तूने  मुझ से गीत गवाये हैं ,
खिला खिला  सुख का खेल !

रुला दिया  क्यों  तूने  अब,
मुझे  आँसुओं की  धार   दे !

तू हाथ लगे पर हाथ न आये ,
पास  पहोंचूं  तू  छिटक जाये !

मौन कर दे तू मुझको  अब,
तेरे  चरण में  मुझे स्थान दे !

अब चल पडूँ मैं सब छोड़कर,
जीवन मेरा  युँ  अब मोड़कर !

तेरे दरश की ही अब  चाह  है,
दर्शन  मुझे  अब भगवान  दे !
-------------------------------
-'कान्त'
==================  

Friday, 17 October 2014

          ગીત

આજ  તો એવું લાગે,
હરિ મારી પાસે માગે !

નેણ ભરી ને નિરખું ,
મોહમાયા દૂર ભાગે !

હું શું જાણું હુંતોમાણું,
વ્હાલો મને છે  તાગે !

આંસુ ભરેલાં નયણે,
આતમદીપ    જાગે !

હોઠે કીર્તનના શબ્દો,
ભીતર ઝાલર  વાગે !
-----------------------
'કાન્ત'
=============