પ્રવેશોત્સવ
રમાભેણ પરેશ કે ચ્યોં ,' અજ તોકે પંજ વરે પૂરા થયા ને છઠ્ઠો ડિસાણો . કાલ નિશાળજા વડા માસ્તર
ચોંધા વા કે,સોમવાર જો 'પ્રવેશોત્સવ ' આય .ગામજે છોરેં કે ઢોલ વજાઇને વાજતે-ગાજતે નિશાળમેં દાખલ
કેણા અઈઁ. 'હિ સુણી નેં પરેશ નચેલય મંઢયો !
ઉથલે નવનીતભાઈ ઘરેં આયા તડેં રમાભેણ ઇનીકે ચ્યોં ,'આજ ત આંજા કુંવર મોજમેં શી વ્યા અંઈ '.
'કુરો આય પરેશ ?'નવનીતભાઈ પુછ્યોં. 'અંઈ તેની ચોંધા હોઆ ન પપ્પા કે,તું પંજ વરે જો થી ઇતરે
તોકે નિશાળ મેં વેરાઈ ડિંયાં .'પરેશ ચેં .'પણ તોકે પંજ વરે પૂરા થિયેં તડે ન ?''પૂછો મમ્મી કે.. અજ
મુંકે પંજ વરે મથે ત્રે ડીં થઈ વ્યા ' નવનીતભાઈ ઉભા થ્યા ડાયરીમેં નોંધ નેર્યો .પરેશ ઇનજી ગાલ મેં સચો
હો.
બે ડીં ગામ જે બાળકેં કે શણગારેલે ગડેમેં વ્યારી ,ઢોલ-શરણાઈ જે સુર તેં સામઈયો કરી નિશાળમેં
ગીની આયા.નિશાળજી બાલિકાઍ ઇનીજે કિપાર તેં કુમકુમ જો ટિકો ક્યોં ,મિઠો મોં કરાયો ,ભાષણ થયા.
મિણીકે નિશાળમેં દાખલ કરે મેં આયા.પરેશ માઠ થઈ નેરીધો રયો.ઇનજો મન કે જિજી ખબર ત ન પઇ
પણ ઈ રાજી જો રેડ થઈ વ્યો.ઇનકે મજા અચી વઈ !
બે ડીં પરેશ હેકલોજ નિશાળ વ્યો .ઈ અજ નિશાળ જે ધરવાજે મેં કોતક સેં પહેલીવાર પગ રખેં !
ઈ નેરેં છોરા મિડ઼ે ધમાચકડી મચાઇધા વા.વડા સાહેબ માસ્તરે ભેગા ઓફિસ મેં વિઠા વા.હિકડ઼ે ધોરણ
જે ધરવાજે મથે બ છોકરા વિડધા વા.ઇનીજે અડખે પડખે સત અઠ છોરા કીકીયારીયું કરધા વા. કેંકે
છુટા યજી ફુરસદ ન વઈ !
'કિતરી વાર થઈ બાઘે વારે જિં કુરો ઉભો અઈયેં ?પાણી ગિની અચે જો ચ્યો..નતો સુણજે ?'હિકડ઼ા
માસ્તર છોકરે કે ધમકાઈ ધા વા.થોડાક છોકરા પ્રાર્થના લય વઈ રયા વા.પ્રાર્થના શુરુ થિયે તેં પહેલાં વડા
માસ્તર ઉભા થઇ કડક ભાષા મેં ચેતવણી ડિનો ,'ડિંયા ડીં શાળા જો વાતાવરણ ભિગડ઼ધો વિને તો.હી આંઉ
કોઈ પણ રીતૅ ચલાઈ નંઈ ગિનાં !અજ઼ મું વટ આંજી ઘણી ફરિયાદું આવયું અંઈ.'
'રઘુડો નાથીયે જો બુશકોટ ફાડી વિધેં ,રતુંડે જી નોટ ચોરાજી વઈ ,શામલે જો મથો ફુટી પ્યો.નિશાળ
જી ભિતેં તે જીત તીત કોલસે સે કોક ચિતરામણ કરી વ્યો .જિં તીં પ્રાર્થના પુરી થઈ હા હા હૂ હુ કરધા છોરા
પિંઢ પિંઢ જે વર્ગ મેં વિઠા.પરેશ પણ વિઠો.સજો ડીં નિશાળિયા ધમાલ કરધા રયા.માસ્તર મિડ઼ે ઓફિસ રૂમ
મેં ચાય પાણી નાસ્તો કે મેં અને પ્રવેશોત્સવ જો અહેવાલ લિખે મેં વ્યસ્ત રયા.
સાંજી જો રજા પઇ ....પરેશ ઘરેં આયો.રાતજો પથારી મેં પયો.ઇનકે નિંધર ન આવઇ.આવઇ ત સોણે
મેં ચિતર ડિસણ લગા.'શણગારેલા ગડા ...ઢોલ-શરણાઈ જા અવાજ.....વિડધા છોરા ..વડે માસ્તરજો પન
જે ડૂચે સેં ભરેલો મોં.....ઈ નિંધર મેં ભકે લય લગો.....'એય રધુડા....નાથિયા...રમલા...બાઘા.....'રમા ભેણ
સફાળા જાગી વ્યા ...ઈની પરેશ કે ઢન્ઢોળ્યો....'પરેશ બેટા કુરો થીયે તો ?'પરેશ જી ચકળ-વિકળ અખિયું
પરસેવે થી રેબ-ઝેબ શરીર....નેરે મા ધ્રજી વઇ ! પરેશ અખ ખોલેં...રમાભેણ કે બખ વિધે...ઇનજી અખ
મેં આંસુ અચી વ્યા.રમાભેણ ઇનજે મથે મેં હથ ફેરયો ...'પરેશ....બેટા...!પરેશ ! રૂંધે રૂંધે પરેશ ચોંણ લગો,
'મા ,મુંકે નાંય ભણણુ...નિશાળ નાંય વિનણુ ....!
***
-કૃષ્ણકાંત ભાટિયા
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ.
(02832-227056,Mo -99090 71588 )
No comments:
Post a Comment