શું કરું ?
પ્રીત; બંધન છે ,ખોલી શું કરું ?
સારા સંબંધ છે, તોડી શું કરું ?
શી ખબર કયારે શું થશે અહીં,
શબ્દ અનહદનો, ફોડી શું કરું ?
મને પીડે છે, સૌ પોતાનાજ,
માર્ગ દલદલનો, દોડી શું કરું ?
મોતને શરણે જવામાં મજા,
મંદિરે જઈ હાથ જોડી શું કરું ?
એજ તબલાં - ઢોલક ને નાદ,
બૂડવું સૂરમાં, હોડી શું કરું ?
શબ્દ પણ સાચવી લે છે મને,
હવે લઈને કાંખઘોડી શું કરું ?
માલકોશ ,ભીમપલાસી ગાજે,
ગાઈને અહીં, 'તોડી ' શું કરું ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
પ્રીત; બંધન છે ,ખોલી શું કરું ?
સારા સંબંધ છે, તોડી શું કરું ?
શી ખબર કયારે શું થશે અહીં,
શબ્દ અનહદનો, ફોડી શું કરું ?
મને પીડે છે, સૌ પોતાનાજ,
માર્ગ દલદલનો, દોડી શું કરું ?
મોતને શરણે જવામાં મજા,
મંદિરે જઈ હાથ જોડી શું કરું ?
એજ તબલાં - ઢોલક ને નાદ,
બૂડવું સૂરમાં, હોડી શું કરું ?
શબ્દ પણ સાચવી લે છે મને,
હવે લઈને કાંખઘોડી શું કરું ?
માલકોશ ,ભીમપલાસી ગાજે,
ગાઈને અહીં, 'તોડી ' શું કરું ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment