Saturday, 14 April 2018

તડકો  !

ઊતરે   છે  આભમાંથી ,  રોજ  તડકો !
ઝેબ  છે  ખાલી   અને  છે  સાવ કડકો !

ધોમધખતો  તાપ  આપે   છે  ધરાને,
મૃગજળ  થૈ ,એ  બતાવે લાલ ભડકો !

પાદરો સૂના  થયા  છે,જણ  વિના ને,
હાંફતી ને  ભાગતી  આ ,ગરમ સડકો !

ભાણ  પણ  છે ક્રોધમાં ને ,આગ ઓકે,
ધારિણીના  ઉરમહીં  તો  આજ ફડકો !

કાંખમાં  ટાઢક   લઈને , સાંજ   આવે,
ભાગતો  ને લાજતો  જો  'કાંત 'તડકો !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '












No comments:

Post a Comment