Tuesday, 17 April 2018

પરશુરામ !

બ્રહ્મનું     નૂર  ,  પરશુરામ !
તેજસ્વી      શૂર, પરશુરામ !

લાગણીની    વાત    આવે ,
લાગે   છે   ક્રૂર , પરશુરામ !

માતૃપ્રેમના , એ    સંવાહક,
ક્રોધના    પૂર,    પરશુરામ !

સમર્પિત    સાધનાને    એ,
ઈચ્છાથી    દૂર ,પરશુરામ !

એ   બોલે    ને ,  ધરા  ધ્રૂજે, 
ગર્વથી ચકચૂર ,પરશુરામ !
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





No comments:

Post a Comment