Friday, 6 April 2018

ચાલતા રહો !

સ્વાસ્થ્ય    સારું   રાખવા ,   બોસ !  ચાલતા  રહો ,
તંદુરસ્તીનાં  ફળ   ચાખવા , બોસ !ચાલતા  રહો !

વોક-વે  ધસમસતો   રહે   છે  ભઈ ; સવાર-સાંજ,
હૃદયની  ધડકનો   માપવા , બોસ ! ચાલતા રહો !

સાંજનો   વૈભવ    ઉમટે    છે   હમીરસર   કિનારે,
તન-મનને  ગતિ   આપવા,બોસ !  ચાલતા  રહો !

ચાલતાનું   ચાલે-ઊભેલાનું   ઊભે   નસીબ  પણ,
પંથ    જીવનનો    કાપવા,  બોસ ! ચાલતા  રહો !

જાદુઈ  ચાવી  છે ચાલવું, સુખના દ્વાર ખોલવાની,
નિરામય   સગડીએ તાપવા,બોસ ! ચાલતા રહો !
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



No comments:

Post a Comment