ગરમાળો !
વગડામાં મ્હોર્યો છે ગરમાળો !
શ્વાસ ભરાણા છાતીમાં,
કોણે વ્હોર્યો છે ગરમાળો ?
ફાટફાટ થાય ,વાસંતી વાયરો,
અંગે-અંગ ઊતરે ,ને ફરકે,
નદિયું કહે તને મારા તે સમ,
શાને ઓરો આવીને તું અટકે ?
ઘૂઘવે છાતીમાં ખાખરો ને લીમડો,
કોણે ચોર્યો છે ગરમાળો ?
લાલચટક બાંધણી ,
ભીતરે મઢ્યા છે મોતી ,
ઓઢીને હોંશથી સીમ થઈ પાગલ,
નજરુંના રૂઆબથી પોતે પોતાને જોતી !
ખોલીને પાથરે,પાથરીને ખોલે,
કોણે સોર્યો છે ગરમાળો ?
વગડાને વીંધે સૂરજ ,થઈને લાલઘૂમ,
આથમણી દશથી ,હડી કાઢીને આવે,
ઓલી ,સાંજ સોહામણી,
જરી વારમાં મચાવે બૂમા -બૂમ !
રંગ સમાઈ જાય, ફરકતી આંખુંમાં,
કોણે દોર્યો છે ગરમાળો ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
વગડામાં મ્હોર્યો છે ગરમાળો !
શ્વાસ ભરાણા છાતીમાં,
કોણે વ્હોર્યો છે ગરમાળો ?
ફાટફાટ થાય ,વાસંતી વાયરો,
અંગે-અંગ ઊતરે ,ને ફરકે,
નદિયું કહે તને મારા તે સમ,
શાને ઓરો આવીને તું અટકે ?
ઘૂઘવે છાતીમાં ખાખરો ને લીમડો,
કોણે ચોર્યો છે ગરમાળો ?
લાલચટક બાંધણી ,
ભીતરે મઢ્યા છે મોતી ,
ઓઢીને હોંશથી સીમ થઈ પાગલ,
નજરુંના રૂઆબથી પોતે પોતાને જોતી !
ખોલીને પાથરે,પાથરીને ખોલે,
કોણે સોર્યો છે ગરમાળો ?
વગડાને વીંધે સૂરજ ,થઈને લાલઘૂમ,
આથમણી દશથી ,હડી કાઢીને આવે,
ઓલી ,સાંજ સોહામણી,
જરી વારમાં મચાવે બૂમા -બૂમ !
રંગ સમાઈ જાય, ફરકતી આંખુંમાં,
કોણે દોર્યો છે ગરમાળો ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment