Friday, 5 April 2019

દરિયાલાલ 

આપી   દ્યો   મને   અંતરનો તાર !
બીજું   ન    માગું  હું ,દરિયાલાલ !

મળતો    નથી    અહીં    વિસામો,
અહં  મારો  પજવે    થાયે   સામો

છેડો   મારી  હવે   જીવન સિતાર !
બીજું  ન  માગું   હું   દરિયાલાલ !

ગાજવીજ  બારે  માસ, હું પદની,
ડરાવે   અંધારી  રાતો     વદની.

આ   છે  મારા માંહ્યલાનો પોકાર !
બીજું  ન  માગું   હું  દરિયાલાલ !

પવન તોફાની ન મૂકે મારો  કેડો,
ઝૂલેલાલ તમે મને કાંખમાં  તેડો.

'કાન્ત 'નો    કરી  લ્યો   સ્વીકાર !
બીજું   ન    માગું  હું દરિયાલાલ !
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




No comments:

Post a Comment