ગીત !
કાળભઠ્ઠ તડકો તપે,ને
કાળીમસ સડકો પર પીગળે ડામર ,
સૂરજના આ કોપ સામે,
આપણે થઈ ગયા સાવ પામર.
તોયે પ્રકૃતિ ખીલી છે
એ વિવિધરંગી સ્વરૂપ લઈ બેઠી,
ગુલમહોર છે લાલચટક ,
વનરાઈમાં એની શોભા મેં દીઠી.
શબ્દોના ખોળામાં ઉછળે
ઘૂઘવતો ને ઝૂમતો સાગર,
સૂરજના આ કોપ સામે ,
આપણે થઈ ગયા સાવ પામર.
ગરમાળો પીળાચટક પુષ્પોથી
આપણી આંખોને એવી તો ખેંચે ,
લીમડોએ સફેદ ફૂલોને વરસાવે,
એના ગુણોને એ સૌને વ્હેંચે
હલકારો ઊભો રહે આંગણે
આપે સાહ્યબાનો મધમીઠો કાગર.
સૂરજના આ કોપ સામે ,
આપણે થઈ ગયા સાવ પામર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(શ્રી નવીનભાઈ જોશીની કચ્છમિત્રની બુધવારની
પૂર્તિની કટાર 'દ્રષ્ટિકોણ 'નો આ ગીતમાં આધાર
લીધો છે.)
કાળભઠ્ઠ તડકો તપે,ને
કાળીમસ સડકો પર પીગળે ડામર ,
સૂરજના આ કોપ સામે,
આપણે થઈ ગયા સાવ પામર.
તોયે પ્રકૃતિ ખીલી છે
એ વિવિધરંગી સ્વરૂપ લઈ બેઠી,
ગુલમહોર છે લાલચટક ,
વનરાઈમાં એની શોભા મેં દીઠી.
શબ્દોના ખોળામાં ઉછળે
ઘૂઘવતો ને ઝૂમતો સાગર,
સૂરજના આ કોપ સામે ,
આપણે થઈ ગયા સાવ પામર.
ગરમાળો પીળાચટક પુષ્પોથી
આપણી આંખોને એવી તો ખેંચે ,
લીમડોએ સફેદ ફૂલોને વરસાવે,
એના ગુણોને એ સૌને વ્હેંચે
હલકારો ઊભો રહે આંગણે
આપે સાહ્યબાનો મધમીઠો કાગર.
સૂરજના આ કોપ સામે ,
આપણે થઈ ગયા સાવ પામર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(શ્રી નવીનભાઈ જોશીની કચ્છમિત્રની બુધવારની
પૂર્તિની કટાર 'દ્રષ્ટિકોણ 'નો આ ગીતમાં આધાર
લીધો છે.)
No comments:
Post a Comment