Sunday, 14 April 2019

મત આપજો જરૂર  !

મેલીને  બધાં  કામ ,તમે  મત  આપજો જરૂર ,
રીજશે  ખુરશી રામ, તમે  મત આપજો જરૂર.

લોકશાહીની  વાહક છે  લોકસભાની  ચૂંટણી ,
સવારના  કે  શામ, તમે   મત આપજો જરૂર.

 ચૂંટણી   પ્રુફ    થઈ  ગયા   છીએ  હું  ને તમે,
 જોઈતા  નથી  દામ,તમે  મત આપજો જરૂર.

જનપદ  સુધી  પહોંચ્યો  નથી  હજુ  વિકાસ,
નમોમાં   છે   હામ , તમે મત આપજો જરૂર. 

પરિવર્તન થયું  '14 માં,હવે પુનરાવર્તન છે,
નારો  ગામે  ગામ,  તમે  મત આપજો જરૂર.,
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment