મા !
જય ભવાની અંબા ,મા તારી કૃપા રહે !
તુજ નયનમાંથી , સ્નેહ-કરુણા સદા વહે !
લહર વમળ ઓચિંતા ઊઠે શાંત જળમાં,
લય પ્રાસ સઘળાં તૂટે એક જ પળમાં.
ભક્ત , તારો સહારો , સંકટ સમયે ચહે ,
તુજ નયનમાંથી સ્નેહ-કરુણા સદા વહે.
અગન લાગે જીવતરમાં જયારે માડી ,
દોડતી આવજે એને બુજાવા મહાકાળી.
દુઃખ -દર્દ હસતાં હસતાં , આ જીવ સહે,
તુજ નયનમાંથી સ્નેહ-કરુણા સદા વહે.
ચૈત્રી નવરાત્રિની નવ રાતો ,આરાધું તને,
ભાવ - ભક્તિ -શક્તિ માડી દઈ દે તું મને.
'કાન્ત 'ની કવિતા ચરણોમાં પડી કહે,
તુજ નયનમાંથી સ્નેહ-કરુણા સદા વહે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment