તડકો !
ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા
ઊતરે છે આભમાંથી રોજ તડકો,
ઝેબ છે ખાલી અને છે સાવ કડકો.
ધોમધખતો તાપ આપે છે ધરાને,
મૃગજળ થૈ, એ બતાવે લાલ ભડકો
પાદરો સૂના થયા છે જણ વિના ને,
હાંફતી ને ભાગતી ,આ ગરમ સડકો.
ભાણ પણ છે ક્રોધમાં ને,આગ ઓકે,
ધારિણીના ઉરમહીં તો આજ ફડકો,
કાંખમાં ટાઢક લઈને , સાંજ આવે,
ભાગતો ને લાજતો જો 'કાંત 'તડકો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા
ઊતરે છે આભમાંથી રોજ તડકો,
ઝેબ છે ખાલી અને છે સાવ કડકો.
ધોમધખતો તાપ આપે છે ધરાને,
મૃગજળ થૈ, એ બતાવે લાલ ભડકો
પાદરો સૂના થયા છે જણ વિના ને,
હાંફતી ને ભાગતી ,આ ગરમ સડકો.
ભાણ પણ છે ક્રોધમાં ને,આગ ઓકે,
ધારિણીના ઉરમહીં તો આજ ફડકો,
કાંખમાં ટાઢક લઈને , સાંજ આવે,
ભાગતો ને લાજતો જો 'કાંત 'તડકો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment