Thursday, 11 April 2019

મત આપજો ભાઈ !

આવી ગઈ  છે ચૂંટણી, મત આપજો ભાઈ !
મત સાથે   સગાઈ,    મત  આપજો  ભાઈ !

લોકશાહીનું  આ યજ્ઞ ,એનું સમિધ છે મત,
આહુતિ  આપજો ,કરાવું  તમને  અવગત. 

સેવા  મળશે  સવાઈ ,મત  આપજો  ભાઈ !
મત  સાથે   સગાઈ, મત   આપજો   ભાઈ !

તમારો મત અતિ  કીમતી અને વજનદાર,
રચાશે એનાથી  લોકશાહીની નવી સરકાર.

 ઓળખીને  ભવાઈ,  મત  આપજો   ભાઈ !
મત    સાથે  સગાઈ , મત  આપજો  ભાઈ !

હું  એક મત નહીં આપું   તો  શું  થશે  ભઈ  ?
બેસી  નહીં   જતા, આવા  વિચારોને   લઈ. 

'કાન્ત ',ગઝલ ગવાઈ, મત આપજો  ભાઈ !
મત    સાથે  સગાઈ,   મત   આપજો ભાઈ !
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '







No comments:

Post a Comment