અષાઢ આયો !
અષાઢ આયો,મેઘ છાયો,
મલ્હાર ગાયો મોરલે.
રાંધણ ચડાવો લાપસીનાં,
ચંદ્ર બેઠો ટોડલે.
વીજળી ચમકી જતી ને,
વાદળાં ગરજી જતાં.
દરિયો ઘૂઘવે દિલ મહીં,
ને ઓરતાં છટકી જતાં.
વાયરો મદમસ્ત વાયો,
સાહ્યબો મનમાં સમાયો.
કહેણ મોકલો કાનજીને,
ચંદ્ર બેઠો ટોડલે.
આંખડીનું મૌન બોલે ,
પાંપણો સંગ સંગ ડોલે.
શરમથી નજરો ઢળેલી,
નવોઢા ઘૂંઘટ ને ખોલે.
નાદ ગગને ,વર્ષા છે શરણે,
નક્ષત્ર ભરણે
ઝંખનાને અહીં જગાવો
ચંદ્ર બેઠો ટોડલે..
હલચલ મચી છે આભમાં,
ઇન્દ્રલઠ ચોઘડિયે લાભમાં.
પળમાં પ્રગટે ઘટે ઘટે ને
રહી શકે ના દાબમાં.
પદમણી પણ ઝંખતી ,
ઓઢો ને એ છે દંપતિ
આષાઢી બીજને હવે સજાવો,
ચંદ્ર બેઠો ટોડલે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
અષાઢ આયો,મેઘ છાયો,
મલ્હાર ગાયો મોરલે.
રાંધણ ચડાવો લાપસીનાં,
ચંદ્ર બેઠો ટોડલે.
વીજળી ચમકી જતી ને,
વાદળાં ગરજી જતાં.
દરિયો ઘૂઘવે દિલ મહીં,
ને ઓરતાં છટકી જતાં.
વાયરો મદમસ્ત વાયો,
સાહ્યબો મનમાં સમાયો.
કહેણ મોકલો કાનજીને,
ચંદ્ર બેઠો ટોડલે.
આંખડીનું મૌન બોલે ,
પાંપણો સંગ સંગ ડોલે.
શરમથી નજરો ઢળેલી,
નવોઢા ઘૂંઘટ ને ખોલે.
નાદ ગગને ,વર્ષા છે શરણે,
નક્ષત્ર ભરણે
ઝંખનાને અહીં જગાવો
ચંદ્ર બેઠો ટોડલે..
હલચલ મચી છે આભમાં,
ઇન્દ્રલઠ ચોઘડિયે લાભમાં.
પળમાં પ્રગટે ઘટે ઘટે ને
રહી શકે ના દાબમાં.
પદમણી પણ ઝંખતી ,
ઓઢો ને એ છે દંપતિ
આષાઢી બીજને હવે સજાવો,
ચંદ્ર બેઠો ટોડલે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment