Sunday, 28 July 2019

શિવ  !

શિવ  તમારાં  બેસણાં  કૈલાશમાં ,
હર હર મહાદેવ સમાયા શ્વાસમાં.

નટરાજ છો ,ચંદ્રમૌલી,શંભુ  તમે,
મળતા રહો છો ,શબ્દના પ્રાસમાં.

ધારણ કર્યો  છે શીશ પર ચંદ્રમા ,
સંચરો ,તમે ભક્તના વિશ્વાસમાં .

વિષ હળાહળ ,કંઠમાં તાંડવ કરે,
ત્રીજું નેત્ર ખુલે કામદેવ નાશમાં.

રુંડમાળ  શોભતી ,તવ  ગળામાં,
ડમરુ બજે,પર્વત ગજે લાસ્યમાં.

ભોળા પ્રભુ ,રીજો તમે કોઈ પર,
ભાગતા , ભસ્માસુરના ત્રાસમાં.

'કાન્ત ' માથે  હાથ મૂકીને વદો ,
રહીશ હું તારા હૃદય આવાસમાં.
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment