Wednesday, 10 July 2019

ગઝલ 

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

મળે જો  ઉતારો  તમારા  નયનમાં,
ઉતારું   સિતારા, નભેથી  કવનમાં.

તમારા   ગુલાબી  અધરને  અડું ને,
અગાશી  સમાયે ,ઇશાની પવનમાં. 

સદી એ  ક્ષણોની  રવાની  કરી  છે, 
વહે  છે અષાઢી, હવા એ ચમનમાં.

કસુંબી  નશીલો ,ભર્યો છે પિયાલો,
જરી આંખ ખોલો,રહો ના શરમમાં.

સુગંધી  સુમનથી ,ભરી છે  કયારી ,
અહીં ગીત ગાયે ,બપૈયો યમનમાં.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









No comments:

Post a Comment