Monday, 15 July 2019

ગુરુજી  !

હૈયું  ભીંજાય ,સત્ય સમજાતું  જાય ,
    એવાં    આશિષ  આપો  ગુરુજી
સુખ-દુઃખ  સઘળું  સહેવાતું   જાય,
    એવાં    આશિષ  આપો   ગુરુજી !

ઊંબરે    ઊભી  સાંભળું   હું  ખુદને ,
     ઓળખી  લઉં  પહેલાં  હું મુજને.
અજવાળે   આતમ , જ્ઞાન  તમારું,
    અષાઢી  માસની જાણું હું સુદને.
ખીલેલી  ચાંદની  અમીરસ  પાય,
     એવાં  આશિષ  આપો   ગુરુજી !


આભને અડું ,અડે ના એની માયા,
     તવ સ્પર્શને ઝંખે  મારી  કાયા.
વજન કરી ને ન હારું મારી જાતને,
      પાકા  થાય  ભજનના  પાયા.
હરિ   ૐ  નિરાકાર, કહેવાતું જાય,
      એવાં  આશિષ   આપો ગુરુજી !

 ઝરમર  ઝરમર  વરસે  તું  મેઘ,
      ભરી લેવી મારે જીવનની દેગ.
વાયરો   ફૂંકાય , જયારે  તોફાની,
      સહી  લઉં  હું ,ધસમસતો વેગ.
પલટે નસીબ,બધું પલટાતું  જાય,
       એવાં  આશિષ  આપો ગુરુજી !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
            


No comments:

Post a Comment