ગીત !
અષાઢી વાદળ વરસે નહીં,
સખી મારે શું કરવું ?
આકાશે વીજ ચમકે નહીં,
સખી મારે શું કરવું ?
તોફાની વાયરો થયો વેરી,
લીંપી ઘૂંપી મેં શેરી.
મેઘ ઓલો મલકે નહીં,
સખી મારે શું કરવું ?
0અષાઢી.....
સરોવરનાં પાણી સૂકાયાં ,
વરુણદેવ કયાં રોકાયા ?
ગાગર મારી છલકે નહીં ,
સખી મારે શું કરવું ?
0અષાઢી....
બીજું બધું ઠીક હૈયે છે બીક,
હવે કેમ ઝીલશું ઝીક ?
ઓણસાલ એ પરસે નહીં,
સખી મારે શું કરવું ?
સૂનું છે પનઘટ,સૂની છે કેડી,
હિજરાય ઘરની મેડી.
'કાન્ત ' ગીત લખશે નહીં,
સખી મારે શું કરવું ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
અષાઢી વાદળ વરસે નહીં,
સખી મારે શું કરવું ?
આકાશે વીજ ચમકે નહીં,
સખી મારે શું કરવું ?
તોફાની વાયરો થયો વેરી,
લીંપી ઘૂંપી મેં શેરી.
મેઘ ઓલો મલકે નહીં,
સખી મારે શું કરવું ?
0અષાઢી.....
સરોવરનાં પાણી સૂકાયાં ,
વરુણદેવ કયાં રોકાયા ?
ગાગર મારી છલકે નહીં ,
સખી મારે શું કરવું ?
0અષાઢી....
બીજું બધું ઠીક હૈયે છે બીક,
હવે કેમ ઝીલશું ઝીક ?
ઓણસાલ એ પરસે નહીં,
સખી મારે શું કરવું ?
સૂનું છે પનઘટ,સૂની છે કેડી,
હિજરાય ઘરની મેડી.
'કાન્ત ' ગીત લખશે નહીં,
સખી મારે શું કરવું ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment