વાદળી !
પૂછું હું તને અલી વાદળી,
નભે તું ભમે, શાને એકલી ?
ટહુકે છે કોયલ,બોલે પપીહા,
વસુંધરા અહીં તડપે કેટલી.
ઘાટ પાણીના થયાં છે સૂના,
પાણિયારે ,ઝૂરે છે માટલી.
વરસી જા હવે સચરાચરે,
ચમકે છે જો નભમાં વીજળી.
હવા પણ વહે ,ધરતીને કહે,
તારા સ્પર્શે એ થાય ઊજળી.
અષાઢ જાય છે, કોરોકટ્ટ જો,
પકડી લે હવે એની આંગળી.
'કાન્ત 'કરગરે ,પાય પડીને,
ગાઈ લે તું ,મલ્હાર રાગિણી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
પૂછું હું તને અલી વાદળી,
નભે તું ભમે, શાને એકલી ?
ટહુકે છે કોયલ,બોલે પપીહા,
વસુંધરા અહીં તડપે કેટલી.
ઘાટ પાણીના થયાં છે સૂના,
પાણિયારે ,ઝૂરે છે માટલી.
વરસી જા હવે સચરાચરે,
ચમકે છે જો નભમાં વીજળી.
હવા પણ વહે ,ધરતીને કહે,
તારા સ્પર્શે એ થાય ઊજળી.
અષાઢ જાય છે, કોરોકટ્ટ જો,
પકડી લે હવે એની આંગળી.
'કાન્ત 'કરગરે ,પાય પડીને,
ગાઈ લે તું ,મલ્હાર રાગિણી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment