ગઝલ
ઝૂમતી હવા મળે,
જે મળે સવા મળે.
મનદુરસ્ત રાખવા,
શબ્દની દવા મળે.
સૂરની હો મધુરતા,
ગીત જો નવા મળે.
તરન્નુમની શોધમાં,
ભીતરે જવા મળે.
જલતરંગ વાગતું,
કાનસેન થવા મળે.
***
-'કાન્ત'
ઝૂમતી હવા મળે,
જે મળે સવા મળે.
મનદુરસ્ત રાખવા,
શબ્દની દવા મળે.
સૂરની હો મધુરતા,
ગીત જો નવા મળે.
તરન્નુમની શોધમાં,
ભીતરે જવા મળે.
જલતરંગ વાગતું,
કાનસેન થવા મળે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment