ગઝલ
છે ગઝલને ગર્વ મારા શબ્દનો,
અર્થના ઘાયલ બધા કહેતા ફરે.
હું તળ શોધવા ને ,તત્પર થયો,
પ્રેમ- પરિચય સપાટીએ તરે.
શ્વાસ ભીતર પાંગરી છે રિક્તતા,
છેહ દેતાં , આજ કયાં કોઈ ડરે.
હસ્તરેખામાં છુપાયું છે ભવિષ્ય,
છતાં આ જિંદગી હાથથી સરે.
અક્ષરો મદારીના વાનર સમા,
નચાવું તો અવનવા ખેલો કરે.
જાગશે જો ભૂખ,તો કશુંક માગશે,
કવિની કવિતા એની ક્ષુધા હરે.
કયાં સુધી જીરવાશે લાચારી ?
'કાન્ત ' અહીં રોજ,પલ -પલ મરે.
***
-'કાન્ત '
છે ગઝલને ગર્વ મારા શબ્દનો,
અર્થના ઘાયલ બધા કહેતા ફરે.
હું તળ શોધવા ને ,તત્પર થયો,
પ્રેમ- પરિચય સપાટીએ તરે.
શ્વાસ ભીતર પાંગરી છે રિક્તતા,
છેહ દેતાં , આજ કયાં કોઈ ડરે.
હસ્તરેખામાં છુપાયું છે ભવિષ્ય,
છતાં આ જિંદગી હાથથી સરે.
અક્ષરો મદારીના વાનર સમા,
નચાવું તો અવનવા ખેલો કરે.
જાગશે જો ભૂખ,તો કશુંક માગશે,
કવિની કવિતા એની ક્ષુધા હરે.
કયાં સુધી જીરવાશે લાચારી ?
'કાન્ત ' અહીં રોજ,પલ -પલ મરે.
***
-'કાન્ત '
No comments:
Post a Comment